Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પિત્તળના વાસણોમાં જમવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણી લો તમે પણ

સામાન્ય રીતે પિત્તળના વાસણોમાં જમવું એ આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયક  માનવામાં  આવે છે. પિત્તળના વાસણમાં  જમવાથી લોકો તંદુરસ્ત રહે છે. તેમાં પણ આપણા પૂર્વજો પણ પહેલા પિત્તળના વાસણમાં જ જમતા હતા. તો ચાલો જાણીએ પિત્તળના વાસણમાં જમવાથી થતાં ચમત્કારિક ફાયદા વિશે જે જાણ્યા પછી તમે પણ પિત્તળના વાસણમાં  જમવાનું શરુ કરી દેશો.પિત્તળના વાસણમાં જમવાથી આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણા ફાયદા મળે à
પિત્તળના વાસણોમાં જમવાથી થાય છે અનેક ફાયદાઓ  જાણી લો તમે પણ
સામાન્ય રીતે પિત્તળના વાસણોમાં જમવું એ આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયક  માનવામાં  આવે છે. પિત્તળના વાસણમાં  જમવાથી લોકો તંદુરસ્ત રહે છે. તેમાં પણ આપણા પૂર્વજો પણ પહેલા પિત્તળના વાસણમાં જ જમતા હતા. તો ચાલો જાણીએ પિત્તળના વાસણમાં જમવાથી થતાં ચમત્કારિક ફાયદા વિશે જે જાણ્યા પછી તમે પણ પિત્તળના વાસણમાં  જમવાનું શરુ કરી દેશો.
પિત્તળના વાસણમાં જમવાથી આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણા ફાયદા મળે છે. પિત્તળના વાસણમાં જમવાથી ઘણા પ્રકારની બીમારીઓથી આપો -આપ જ છુટકારો મળે છે અને શરીરમાં એનર્જી પણ જળવાયેલી રહે છે. આ ઉપરાંત રોજ સવારે ઉઠીને પિત્તળના વાસણમાં રાત આખી ભરી રાખેલું પાણી પીવાથી પણ પેટને લગતી બીમારીઓથી છુટકારો મળે છે.
 જો તમે  સ્ટીલના વાસણમાં રસોઈ બનાવો છો તે ગરમ થવામાં વધુ સમય લે છે અને તેમાં ગેસનો વપરાશ પણ વધુ થાય છે. સ્ટીલના વાસણને કારણે તમે રોજ પિત્તળના વાસણમાં ખાવાનું બનાવો તો તેનાથી જમવાનું સ્વાદિષ્ટ તો બને છે. સાથે સાથે જલ્દી બને પણ છે અને તેનાથી ગેસનો વપરાશ પણ ઓછો થાય છે. પિત્તળના વાસણમાં જલ્દી ગરમ થઇ જાય છે. જેથી તેમાં ખાવાનું બનવામાં ઓછો સમય લાગે છે.
હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ કોઈપણ શુભ કાર્ય કરવામાં પિત્તળના વાસણનો જ ઉપયોગ કરવામાં આવે છે. લગ્ન વિધિ વખતે પણ કળશનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત પૂજા પાઠ વખતે ત્યાં સુધી કે દેવી દેવતાની મૂર્તિ પણ પિત્તળમાંથી જ બનાવવામાં આવે છે. હિંદુ ધર્મ સાથે જોડાયેલા તમામ કાર્યમાં પિત્તળના વાસણનો જ ઉપયોગ કરવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.