Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયામાં એવો દેશ પણ છે જ્યા પેટ્રોલ 2 રૂપિયાથી પણ ઓછામાં મળે છે, જાણો પૂરી વિગત

ભારતમાં પેટ્રોલના વધતા ભાવને જોતા એવું લાગે છે કે આવનારા વર્ષોમાં તમારે વાહન ચલાવતા પહેલા ઘણીવાર વિચારવું પડશે. ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની રોજેરોજ વધી રહેલી કિંમતો સામાન્ય માણસના ખિસ્સા પર ભારે અસર કરી રહી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે દુનિયાના કેટલાક એવા દેશો છે જ્યાં પેટ્રોલની કિંàª
દુનિયામાં એવો દેશ પણ છે જ્યા પેટ્રોલ 2 રૂપિયાથી પણ ઓછામાં મળે છે  જાણો પૂરી વિગત
ભારતમાં પેટ્રોલના વધતા ભાવને જોતા એવું લાગે છે કે આવનારા વર્ષોમાં તમારે વાહન ચલાવતા પહેલા ઘણીવાર વિચારવું પડશે. ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની રોજેરોજ વધી રહેલી કિંમતો સામાન્ય માણસના ખિસ્સા પર ભારે અસર કરી રહી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે દુનિયાના કેટલાક એવા દેશો છે જ્યાં પેટ્રોલની કિંમત એટલી ઓછી છે કે તમારા હોંશ ઉડી જશે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સસ્તુ પેટ્રોલ (Cheapest Petrol) મળે છે. ભારતમાં પેટ્રોલની વધતી કિંમતને જોઈને લોકો હવે ઈલેક્ટ્રોનિક વાહનો ચલાવવા લાગ્યા છે. આજના આર્ટિકલમાં આપણે જાણીશું કે એવા કયા દેશો છે જ્યાં પેટ્રોલની કિંમત સૌથી ઓછી છે. 
હાલમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના મોંઘા ભાવે ઘરની મહિલાઓને ઘરમાંથી બહાર ન નીકળવાની ફરજ પાડી છે. ભારતના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરની નજીક સુધી પહોંચી ગયું છે. તેલની કિંમતોમાં વધારાને કારણે રસોડાનો સામાન પણ મોંઘો થયો છે, જેના કારણે મહિલાઓ પણ પરેશાન છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે વિશ્વના કયા દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ (Cheapest Petrol in the World) મળે છે, તો તમારો જવાબ શું હોઈ શકે? જો તમે તેના વિશે જાણતા નથી, તો તમારે આ લેખ વાંચવો જોઈએ, કારણ કે આ લેખમાં અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પેટ્રોલ ખૂબ સસ્તું છે. ચાલો જાણીએ.
કયા દેશોમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચાય છે?
1.વેનેઝુએલા
2.લીબિયા
3.ઈરાન
4. અલ્જેરિયા
5. કુવૈત
1.વેનેઝુએલા - Venezuela Petrol Price
વેનેઝુએલા દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે. એવું કહેવાય છે કે વેનેઝુએલા (Venezuela) માં પેટ્રોલ સૌથી સસ્તા ભાવે મળે છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત લગભગ 1.31 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ ઉપલબ્ધ છે. globalpetrolprices.com અનુસાર, વેનેઝુએલા એક એવો દેશ છે જે ક્રૂડ ઓઈલ પર ખૂબ જ નિર્ભર છે અને અહીં કિંમત પણ ઘણી ઓછી છે. 
2.લીબિયા - Libya Petrol Price
લિબિયા (Libya) ઉત્તર આફ્રિકા ખંડમાં સ્થિત એક દેશ છે. આ દેશની રાજધાની ત્રિપોલી છે. તેનું ચલણ લિબિયન દિનાર છે. પરંતુ તમને આ દેશના પેટ્રોલના ભાવની ખબર નહીં હોય? લિબિયામાં એક લિટર પેટ્રોલની કિંમત ભારતીય ચલણ પ્રમાણે રૂ.2.54 છે. 
3.ઈરાન - Iran Petrol Price
ગલ્ફ કન્ટ્રીમાં સામેલ ઈરાન પણ એક એવો દેશ છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ જ ઓછી કિંમતે મળે છે. ભારત-પાકિસ્તાન, નેપાળ વગેરે પાડોશી દેશોની સરખામણીએ ઈરાનમાં પણ ખૂબ જ ઓછા ભાવે પેટ્રોલ મળે છે. એક તરફ ભારતમાં તે 100-110 રૂપિયા પ્રતિ લિટર મળે છે, જ્યારે ઈરાનમાં તે લગભગ 4.34 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ છે. એવું કહેવાય છે કે ભારત ઈરાન પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે.
4. અલ્જેરિયા - Algeria Petrol Price
અલ્જેરિયા આફ્રિકામાં સ્થિત એક દેશ છે. તેની રાજધાની અલ્જિયર્સ છે અને આ દેશનું ચલણ અલ્જેરિયન દિનાર છે. અલ્જેરિયામાં પેટ્રોલની કિંમત એક લીટરે આશરે રૂ.27 છે.
5. કુવૈત - Kuwait Petrol Price
કુવૈત પશ્ચિમ એશિયા ખંડમાં સ્થિત એક દેશ છે, જેની રાજધાની કુવૈત સિટી છે. આ દેશનું ચલણ કુવૈતી દિનાર છે. કુવૈતનો અર્થ છે "પાણીની નજીક આવેલો મહેલ". કુવૈતમાં પેટ્રોલની કિંમત 1 લીટર માટે 0.11 કુવૈતી દિનાર છે. ભારતીય ચલણ મુજબ, કુવૈતમાં એક લિટર પેટ્રોલની કિંમત આશરે રૂ.23.90 છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે. ભારતે આ વર્ષે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા જ્યાં ભારતની કુલ ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો 2 ટકા પણ ન હતો. જ્યારે હવે તે 20 ટકાની નજીક પહોંચી ગયો છે. ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ પણ ખરીદે છે. પરંતુ રશિયા તરફથી પુરવઠો વધ્યા બાદ ઈરાન પાસેથી ખરીદીમાં ઘટાડો થયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.