... તો તેમને નોકરી નહીં મળે : વાયુસેના પ્રમુખ વીઆર ચૌધરીની હિંસક પ્રદર્શન કરતા યુવાનોને ચેતવણી
કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજનાના વિરોધમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. અનેક શહેરોમાં ઠેર-ઠેર તોડફોડ, આગચંપી, હિંસા, લૂંટની તસવીરો પણ સામે આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે એર ચીફ માર્શલ વીઆર ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ ચેતવણી આપી હતી કે વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોને પછીથી ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. પોલીસ વેરિફિકેશન નહીં થાય તો નોકરી નહ
કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજનાના વિરોધમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. અનેક શહેરોમાં ઠેર-ઠેર તોડફોડ, આગચંપી, હિંસા, લૂંટની તસવીરો પણ સામે આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે એર ચીફ માર્શલ વીઆર ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ ચેતવણી આપી હતી કે વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોને પછીથી ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.
પોલીસ વેરિફિકેશન નહીં થાય તો નોકરી નહીં મળે
એરફોર્સ ચીફ વીઆર ચૌધરીએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે અમે આવી હિંસાની નિંદા કરીએ છીએ. કારણ કે આ પ્રકારનો વિરોધ કોઈ ઉકેલ નથી. તેમણે પ્રદર્શનમાં ભાગ લેનારા ઉમેદવારોને કહ્યું કે તેમને પાછળથી મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે જો પોલીસ વેરિફિકેશન આગળ ક્લિયર નહીં થાય તો તેમને નોકરી નહીં મળે. એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યું કે અગ્નિપથ યોજના એક સકારાત્મક પહેલ છે. જેમને આ યોજના અંગે કોઈપણ પ્રકારની ચિંતા અથવા આશંકા હોય તેઓ નજીકના સૈન્ય કેમ્પ, વાયુસેના અથવા નૌકાદળના સ્ટેશનનો સંપર્ક કરી શકે છે અને તેમની શંકા દૂર કરી શકે છે.
વાયુસેના પ્રમુખે કહ્યું કે વિરોધ કરવાને બદલે યુવાનો યોજના અંગે યોગ્ય માહિતી મેળવો. તેને નજીકથી સમજો. ત્યારે જ તેઓ આ યોજનાના ફાયદા સમજી શકશે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે યોજનાને સમજ્યા બાદ તમામ મૂંઝવણો અને શંકાઓ દૂર થઈ જશે. વાયુસેના પ્રમુખે કહ્યું કે 4 વર્ષના કાર્યકાળમાં યુવાનો માત્ર દેશની સેવા જ નહીં કરે, પરંતુ નિવૃત્ત થયા બાદ તેઓ શિસ્તબદ્ધ બનશે. સરકાર અને સંરક્ષણની નોકરી શોધનારાઓની ચિંતાઓ અને ડરને દૂર કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ યોજના લાગુ કર્યા પછી એ પણ જોવામાં આવશે કે તેમાં કોઈ ફેરફાર કે સુધારાની જરૂર છે કે નહીં.
24 જૂનથી પસંદગી પ્રક્રિયા શરૂ
અગાઉ શુક્રવારે એર ચીફે જાહેરાત કરી હતી કે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે ભારતીય વાયુસેના દ્વારા પસંદગી પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે. આ સાથે વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવા પર તેમણે કહ્યું કે આ સાથે યુવાનોનો મોટો વર્ગ ભરતીના નવા મોડલ હેઠળ નોંધણી કરી શકશે. તો આ તરફ થલસેનાની ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયથી સંરક્ષણ મંત્રાલય સુધી અનામતની જાહેરાત
શનિવારે સરકારે અગ્નિવીર માટે મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય તરફથી અસામ રાઈફલ્સ અને CAPF ભરતીમાં 10 ટકા અનામત હશે. તો આજે સંરક્ષણ મંત્રાલયે પણ તેના વિભાગમાં નોકરીઓ માટે 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે તેઓ ભવિષ્યના અગ્નિવીર માટે રમત મંત્રાલયમાં યુવાનોને સામેલ કરવા વિચારી રહ્યા છે.
Advertisement