Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહેસાણા શહેરમાં કંકુ કોમ્પલેક્ષમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, એક જ રાતમાં 7 દુકાનોના તાળા તુટ્યા હતા

મહેસાણા (Mahesana) શહેરમાં મોઢેરા રોડ ઉપર ત્રણ દિવસ અગાઉ કંકુ કોમ્પલેક્ષમાં ચોર ટોળકી ત્રાટકીને 7 દુકાનોના  તાળા તોડી પોલીસને (Police) પડકાર ફેંક્યો હતો. જિલ્લામાં ઘરફોડ ચોરી (Theft) મોટા પ્રમાણમાં થતી હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે મહેસાણા શહેરના કંકુ કોમ્પલેક્ષમાં 7 દુકાનોના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે  રીક્ષા લઈ ચોરી કરવા નીકળતી ટોળકી આ ચોર ટોળકી એ અત્યાર સુધીમાં અનેક ચોરીની àª
10:00 AM Feb 07, 2023 IST | Vipul Pandya
મહેસાણા (Mahesana) શહેરમાં મોઢેરા રોડ ઉપર ત્રણ દિવસ અગાઉ કંકુ કોમ્પલેક્ષમાં ચોર ટોળકી ત્રાટકીને 7 દુકાનોના  તાળા તોડી પોલીસને (Police) પડકાર ફેંક્યો હતો. જિલ્લામાં ઘરફોડ ચોરી (Theft) મોટા પ્રમાણમાં થતી હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે મહેસાણા શહેરના કંકુ કોમ્પલેક્ષમાં 7 દુકાનોના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે  રીક્ષા લઈ ચોરી કરવા નીકળતી ટોળકી આ ચોર ટોળકી એ અત્યાર સુધીમાં અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.
રિક્ષામાં બેસી ચોર ટોળકી ચોરીને આપતા અંજામ
રીક્ષામાં બેસી ચોર ટોળકીના ચાર સાગરીતો જ્યાં ચોરી કરવા નો મોકો લાગે ત્યાં ચોરીને અંજામ આપતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોર ટોળકી નશો કરવાની ટેવ વાળી હોવાથી ચોરીને અંજામ આપે છે ત્યારે કંકુ કોમ્પલેક્ષમાં ચોરી કર્યા બાદ વધુ એક ચોરી કરવા નીકળેલી ચોર ટોળકી મહેસાણા LCBના હાથે ઝડપાઇ જતા કંકુ કોમ્પલેક્ષમાં ચોરીના ભેદને ઉકેલવામાં સફળતા મળી છે. આ ચોર ટોળકીને ચોરી કરવા ઉપયોગમાં લેવામાં આવેલી રીક્ષા અને ચોરીના મુદ્દામાલ સાથે ચોર ટોળકીના ચાર સાગરીતોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા LCB એ 4 ચોરની ટોળકી ઝડપી પાડી
મહેસાણા જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ છે ત્યારે સુરક્ષાના સવાલ પણ ઉભા થઇ રહ્યા છે જાહેર રોડની બાજુના કોમ્પ્લેક્ષમાં એક જ રાત્રી દરમિયાન 7 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરીને આ અંજામ આપી ચોર ટોળકી ફરાર થઈ જાય છે અને બસ આ જ રીતે ફરી થી અન્ય જગ્યાએ ચોરી ને અંજામ આપવા જતા 4 ચોર તેમજ અગાઉ ચોરી કરેલ સમાન તેમજ રીક્ષા સાથે મહેસાણા LCB પોલીસે બાતમી ના આધારે ઝડપી પડ્યા.
નશો કરવા ચોર ટોળકી ચોરીના રવાડે ચડ્યા
મહેસાણા પોલીસના નાકમાં દમ લાવી દીધેલ ચોરી ની ઘટનાઓ માં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં મોઢેરા ચોકડી પર આવેલ કંકુ કોમ્પ્લેક્સ માં એક જ રાત્રી દરમિયાન 7 જેટલી ચોરીને અંજામ આપ્યા બાદ ફરી બીજી ચોરીને અંજામ આપે તે પહેલાં LCB એ 4 ચોર ને ચોરી ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જેમાં ઝીણવટ ભરી તાપસ માં નશા ના રવાડે ચડેલ હોવાથી ખર્ચ ને પહોંચી વળવા ચોરીઓ કરવાનું શરૂ કર્યું હોવાની વાત સામે આવી.
આ પણ વાંચો - સેકટર13 માં સિમેન્ટના ગોડાઉનમાં ટ્રેલર ચાલકની ગફલતથી મજૂરનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeNewsGujaratGujaratFirstGujaratiSamacharMahesanaMahesanaLCBpolice
Next Article