Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈના યુવા બેટ્સમેને 72 કલાકથી વધુ સમય નેટ પ્રેક્ટિસ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટમાં દરરોજ અનેક રેકોર્ડ બને છે તો કેટલાય રેકોર્ડ તૂટે છે. આ સમયે એક ભારતીય ક્રિકેટર તેની બેટિંગના કારણે ચર્ચામાં છે. મુંબઈના 19 વર્ષીય ક્રિકેટરે સતત 72 કલાક સુધી ક્રિઝ પર બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.સૌથી લાંબો સમય ક્રિઝ પર રહેનાર ખેલાડી બની ગયોજણાવી દઇએ કે, મુંબઈના યુવા બેટ્સમેન સિદ્ધાર્થ મોહિતે 72 કલાક અને પાંચ મિનિટ સુધી નેટમાં બેટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે સૌ
મુંબઈના યુવા બેટ્સમેને 72 કલાકથી વધુ સમય નેટ પ્રેક્ટિસ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ક્રિકેટમાં દરરોજ અનેક રેકોર્ડ બને છે તો કેટલાય રેકોર્ડ તૂટે છે. આ સમયે એક ભારતીય ક્રિકેટર તેની બેટિંગના કારણે ચર્ચામાં છે. મુંબઈના 19 વર્ષીય ક્રિકેટરે સતત 72 કલાક સુધી ક્રિઝ પર બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.
સૌથી લાંબો સમય ક્રિઝ પર રહેનાર ખેલાડી બની ગયો
જણાવી દઇએ કે, મુંબઈના યુવા બેટ્સમેન સિદ્ધાર્થ મોહિતે 72 કલાક અને પાંચ મિનિટ સુધી નેટમાં બેટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે સૌથી લાંબો સમય ક્રિઝ પર રહેનાર ખેલાડી બની ગયો છે. જો કે, તે આ રેકોર્ડને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્યતા મળે તેની રાહ જોઈ રહ્યો છે. તેણે આ માટે અરજી કરી છે. મોહિતેએ દેશબંધુ વિરાગ માનેનો સાત વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.
વિરાગ માનેના રેકોર્ડને તોડ્યો
19 વર્ષીય મોહિતે ગયા સપ્તાહના અંતે 72 કલાક અને 5 મિનિટ બેટિંગ કરી, તેણે 2015માં 50 કલાકના દેશબંધુ વિરાગ માનેના રેકોર્ડને તોડી નાખ્યો. મોહિતેએ કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે મેં કરેલા પ્રયાસને સફળતા મળી. તે એવી રીત હતી કે હું લોકોને બતાવવા માંગતો હતો કે હું અલગ છું.
કોચે કરી મોહિતેની મદદ
તેના કોચ જ્વાલા સિંહે પણ મોહિતેને તેના પ્રયાસમાં મદદ કરી હતી. તેણે કહ્યું, બધા મારા માટે નકારી રહ્યા હતા. તે પછી મેં જ્વાલા સરનો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે કેમ નહીં. તેમણે મને સંપૂર્ણ ટેકો આપ્યો અને મને જે જોઈએ તે પૂરું પાડ્યું.
બેટ્સમેન એક કલાકમાં પાંચ મિનિટનો આરામ લઈ શકે
બોલરોનું એક જૂથ મોહિતેને ટેકો આપવા માટે પૂરી સીઝન દરમિયાન તેની સાથે રહ્યું. નિયમો અનુસાર, બેટ્સમેન એક કલાકમાં પાંચ મિનિટનો આરામ લઈ શકે છે. મોહિતેનું રેકોર્ડિંગ અને સંબંધિત કાગળો હવે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.