Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકા જવાની લ્હાયમાં યુવકે 45 લાખ ગુમાવ્યા, જાણો સમગ્ર મામલો

બે નંબરમાં અમેરિકા જવાની લ્હાયમાં અત્યાર સુધી ઘણા લોકો કબૂતર બાજોની ચપેટમાં આવી ગયેલા છે અને લાખો - કરોડો રૂપિયા પણ ગુમાવવા પડ્યા છે. પરંતુ તોયે આવા અમેરિકા જવાની લાલચમાં આવીને છેતરામણી કરતા લોકો અટકતા નથી અને છેતરાવા તૈયાર લોકો પણ એમને મળી જાય છે. આવુ જ કંઇક બન્યું છે મહેસાણાના એક ગામમાં કે જ્યાં એક યુવકને રૂપિયા 50 લાખમાં અમેરિકા જવાનું નક્કી થયું અને પૈસા પણ આપી દીધા. અને ના જવા à
અમેરિકા જવાની લ્હાયમાં યુવકે 45 લાખ ગુમાવ્યા  જાણો સમગ્ર મામલો
બે નંબરમાં અમેરિકા જવાની લ્હાયમાં અત્યાર સુધી ઘણા લોકો કબૂતર બાજોની ચપેટમાં આવી ગયેલા છે અને લાખો - કરોડો રૂપિયા પણ ગુમાવવા પડ્યા છે. પરંતુ તોયે આવા અમેરિકા જવાની લાલચમાં આવીને છેતરામણી કરતા લોકો અટકતા નથી અને છેતરાવા તૈયાર લોકો પણ એમને મળી જાય છે. આવુ જ કંઇક બન્યું છે મહેસાણાના એક ગામમાં કે જ્યાં એક યુવકને રૂપિયા 50 લાખમાં અમેરિકા જવાનું નક્કી થયું અને પૈસા પણ આપી દીધા. અને ના જવા મળ્યું અમેરિકા કે ના રૂપિયા પરત મળ્યા.
વિશ્વાસ અપાવી 50 લાખ પડાવ્યા
મહેસાણાના લીંચ ગામે રતનગઢપરામાં રહેતા 50 વર્ષીય પટેલ દિનેશકુમાર કાશીરામ શંકરદાસ પોતાના પુત્ર સુનીલને અમેરિકા મોકલવાની ઈચ્છા પૂરી કરવા ગમે તેમ કરીને રૂપિયા 50 લાખ ભેગા કર્યા અને અમદાવાદના બે શખ્સોએ તેમને વિશ્વાસમાં લઈને રૂ. 50 લાખ આપી પણ દીધાં. અમદાવાદના સોલા રોડ પર આવેલા ગૌરવ બંગલોઝમાં રહેતા પટેલ જીનલ રાજેન્દ્રભાઈ અને વસ્ત્રાલના શિવસુખનગરમાં રહેતા કલ્પેશ વ્યાસે ફરિયાદી પટેલ દિનેશભાઈને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ગમે તેમ કરીને તેમના પુત્ર સુનીલ ને અમેરિકામાં ઘુસાડી દેશે.
3 થી 4 મહિના દુબઈ ગોંધી રાખ્યો
અમેરિકા જવા સુનિલને અહીંથી રવાના પણ કરવાંમાં આવ્યો. પણ ત્રણ થી ચાર મહિના દુબઈ માં ગોંધી રાખી તેને માર મરાયો. સુનિલે તેના પિતાનો સંપર્ક કરતા ગમેતેમ કરી ને સુનિલને પરત ઘરે બોલાવી દેવાયો. દિવસો વીતતા ગયા. 26 જૂન 2021 થી લઇ ને અત્યાર સુધી ના તો અમેરિકા જવાનો મેળ પડ્યો કે ના રૂપિયા પરત મળ્યા. દિનેશ પટેલને છેતરામણી નો અહેસાસ થતા પૈસા પરત પણ માંગ્યા પણ મળ્યા માત્ર 5 લાખ અને બાકીના 45 લાખ પરત નહિ આપતા દિનેશ પટેલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આ બંને કબૂતર બાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 
પોલીસ ફરિયાદ નોંધાઈ
દિનેશ પટેલ ને બે પુત્રો છે અને આજના જમાનામાં ભણેલા છોકરાઓને પણ નોકરી મળવી મુશ્કેલ હોઈ તેમના એક પુત્રને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તેઓ સ્વીકારે છે કે બેરોજગારીને કારણે પોતાના એક પુત્રને તેઓએ બે નંબરમાં ગેરકાયદેસર અમેરિકા મોકલ્યો હતો અને એના કારણે જ તેમને ફસાવવાનો વારો આવ્યો છે. બંને એજન્ટોએ રૂપિયા 50 લાખમાં વાયા કેનેડા થઈ અમેરિકા મોકલવાનું કહ્યું હતું. પરંતુ તેમના પુત્રને દુબઈ પહોચાડીને જ રોકી લેવાયો અને સુનીલને પોતે ફસાઈ ગયા અને છેતરાયા હોવાનો અહેસાસ થતા પિતાને જાણ કરી હતી. પિતાને જાણ કરતા દુબઈમાં ત્રણ થી ચાર મહિના વિઝા વગર રહેવાનો ફાઈન પણ ભરવો પડ્યો અને પરત ભારત આવી જવું પડ્યું. આ સમગ્ર મામલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આરોપી એજન્ટ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
આવા લોકોથી બચવા પોલીસની અપીલ
અત્યાર સુધી કેટલાય યુવાનો અમેરિકા ગેરકાયદેસર જવાની લ્યાહમાં લાખો કરોડો રૂપિયામાં છેતરાઈ ગયા હોવાના કિસ્સા બની ચૂક્યા છે અને હજુ પણ આવા કિસ્સાઓ બની રહ્યા છે છતાં લોકો જલ્દી રૂપિયા રળી લેવા અમે અમેરિકા જવાની લ્હાયમાં અહી જ 50 લાખમાં વેપાર ધંધો કરવાની જગ્યા એ અમેરિકા જવા અને એ પણ ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયા ખર્ચી દેતા હોય છે. જેનાથી ચેતવા પોલીસ પણ અપીલ કરી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.