Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તારા એરલાઇન્સના પ્લેનનો કાટમાળ મળી આવ્યો, પ્લેનમાં સવાર તમામ 22 લોકોના મોત

નેપાળના ટૂરિસ્ટ ટાઉન પોખરાથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ હિમાલયના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયેલા તારા એર પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. નેપાળની સેનાએ મુસ્તાંગના થાસાંગ-2ના સનોસવેરમાં ક્રેશ થયેલું તારા એર પ્લેન શોધી કાઢ્યું છે. આ દરમિયાન પ્લેનમાં સવાર તમામ 22 લોકોના મોત થયા છે. નેપાળની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. પ્લેનમાં ચાર ભારતીયો પણ સવાર હતા. અગાઉ ખરાબ હવામાન અને વાદળછાયા વà
05:48 AM May 30, 2022 IST | Vipul Pandya
નેપાળના ટૂરિસ્ટ ટાઉન પોખરાથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ હિમાલયના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયેલા તારા એર પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. નેપાળની સેનાએ મુસ્તાંગના થાસાંગ-2ના સનોસવેરમાં ક્રેશ થયેલું તારા એર પ્લેન શોધી કાઢ્યું છે. આ દરમિયાન પ્લેનમાં સવાર તમામ 22 લોકોના મોત થયા છે. નેપાળની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. પ્લેનમાં ચાર ભારતીયો પણ સવાર હતા. અગાઉ ખરાબ હવામાન અને વાદળછાયા વાતાવરણને કારણે પ્લેનને શોધવામાં મુશ્કેલી પડતી હતી. આ પ્લેને સવારે 10.15 વાગ્યે રાજધાની કાઠમંડુથી 200 કિમી પૂર્વમાં સ્થિત પોખરાથી ઉડાન ભરી હતી.
બચાવ ટુકડીઓ સાથે સૈનિકો અને હેલિકોપ્ટર ઘટનાનું સ્થળ શોધવામાંની કામગીરી કરી રહ્યા હતા. પ્લેન પશ્ચિમી ટેકરીઓમાં આવેલા જોમસોમ એરપોર્ટ પર ઉતરવાનું હતું પરંતુ પોખરા-જોમસોમ હવાઈ માર્ગ પર ગોરેપાની ઉપર આકાશમાં આવેલા ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો. 'તારા એર'ના 'ટ્વીન ઓટર 9એન-એઈટી' પ્લેનમાં ચાર ભારતીય નાગરિકો, બે જર્મન નાગરિકો અને 13 નેપાળી મુસાફરો ઉપરાંત ત્રણ નેપાળી ક્રૂ મેમ્બર્સ સવાર હતા. કેનેડિયન નિર્મિત પ્લેન પોખરાથી મધ્ય નેપાળના પ્રખ્યાત પર્યટન શહેર જોમસોમ જઈ રહ્યું હતું. બે શહેરો વચ્ચેની ફ્લાઇટની મુસાફરી સામાન્ય રીતે 20-25 મિનિટ લે છે.
એરલાઈને મુસાફરોની યાદી જાહેર કરી છે, જેમાં ભારતીયોની ઓળખ અશોક કુમાર ત્રિપાઠી, તેમની પત્ની વૈભવી બાંદેકર (ત્રિપાઠી) અને તેમના બાળકો ધનુષ ત્રિપાઠી અને રિતિકા ત્રિપાઠી તરીકે કરવામાં આવી છે. આ પરિવાર હાલ મુંબઈ નજીક થાણેમાં રહેતો હતો. ક્રૂ મેમ્બર્સનું નેતૃત્વ કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે કરી રહ્યા હતા. પોખરા એરપોર્ટના માહિતી અધિકારી દેવ રાજ અધિકારીએ જણાવ્યું હતુ કે, સહ-પાયલટ તરીકે ઉત્સવ પોખરેલ અને ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કિસ્મી થાપા એરક્રાફ્ટના ક્રૂમાં હતા.
વર્ષ  2016માં તારા એરલાઇનનું એક પ્લેન ટેકઓફ કર્યા પછી તે જ રૂટ પર ક્રેશ થયું હતું. જેમાં સવાર તમામ 23 લોકો માર્યા ગયા હતા. માર્ચ 2018માં યુએસ-બાંગ્લા એરનું એક પ્લેન ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયું હતું, જેમાં સવાર 51 લોકો માર્યા ગયા હતા. સપ્ટેમ્બર 2012માં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન સીતા એરનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 19 લોકોના મોત થયા હતા. 14મે 2012ના રોજ જોમસોમ એરપોર્ટ નજીક પોખરાથી જોમસોમ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 15 લોકો માર્યા ગયા હતા.
Tags :
deadbodyGujaratFirstNepalplanecrashPokhraTaraAirlineswreckage
Next Article