Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના વેક્સિનેશન અભિયાનની સફળતાથી દુનિયાએ શીખવું જોઈએ : બિલ ગેટ્સ

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથેની તેમની મુલાકાત બાદ ભારતના રસીકરણ અભિયાન અને તેના ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરી છે. તેણે વિશ્વને તેમાંથી શીખવાની સલાહ પણ આપી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્ય મંત્રીએ દાવોસમાં બિલ ગેટ્સ સાથેની તેમની મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી.માંડવિયાએ ટ્વીટ કર્યું, 'બિલ ગેટ્સ સાથે વાતચીત કà
ભારતના વેક્સિનેશન અભિયાનની સફળતાથી દુનિયાએ શીખવું જોઈએ   બિલ ગેટ્સ

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથેની તેમની મુલાકાત બાદ ભારતના રસીકરણ અભિયાન અને તેના ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરી છે. તેણે વિશ્વને તેમાંથી શીખવાની સલાહ પણ આપી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્ય મંત્રીએ દાવોસમાં બિલ ગેટ્સ સાથેની તેમની મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી.

માંડવિયાએ ટ્વીટ કર્યું, "બિલ ગેટ્સ સાથે વાતચીત કરીને આનંદ થયો. તેમણે કોવિડ-19 મેનેજમેન્ટમાં ભારતની સફળતા અને વેક્સિનેશન પ્રયાસોની પ્રશંસા કરી.", MRNA પ્રાદેશિક કેન્દ્રોનું નિર્માણ તેમજ સસ્તું અને ગુણવત્તાયુક્ત નિદાન અને તબીબી ઉપકરણોના વિકાસને મજબૂત બનાવવા અંગે વાત કરવામાં આવી. 
માંડવિયાના ટ્વીટ્સનો જવાબ આપતાં બિલ ગેટ્સે શનિવારે કહ્યું, "મનસુખ માંડવિયાને મળીને અને વૈશ્વિક સ્વાસ્થ્ય અંગેના દ્રષ્ટિકોણ ની આપ-લે કરીને ખૂબ આનંદ થયો. ભારતની રસીકરણ ઝુંબેશ અને મોટા પાયે આરોગ્ય પરિણામોને આગળ વધારવા ટેકનોલોજીના ઉપયોગથી વિશ્વને શીખવા જેવા ઘણા પાઠ છે.
ભારતે ગયા વર્ષે જાન્યુઆરીમાં કોવિડ સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 88 ટકા પુખ્તોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રીએ શનિવારે આ જાણકારી આપી. વાયરસ સામે રસીકરણ માટે દેશ મોટાભાગે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોવિશિલ્ડ અને સ્વદેશી કોવેક્સિન પર નિર્ભર છે.
બિલ ગેટ્સનું બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ભારતમાં 2003થી કાર્યરત છે. તેમની અધિકૃત વેબસાઈટ્સ અનુસાર, ફાઉન્ડેશને યુનાઈટેડ સ્ટેટ્સ સિવાયના અન્ય કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ રોકાણ કર્યું છે.
Advertisement
Tags :
Advertisement

.