Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2025ના અંત સુધીમાં શરૂ થશે દુનિયાની સૌથી લાંબી નોન-સ્ટોપ ફ્લાઈટ, જાણો શું હશે વિશેષતા?

Qantas એરલાઈને સોમવારે વિશ્વની સૌથી લાંબી નોન-સ્ટોપ કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવા વર્ષ 2025ના અંત સુધીમાં શરૂ થઈ જશે. આ હવાઈ સફર સિડનીથી લંડનની હશે. જેમાં મુસાફરોએ 19 કલાક પસાર કરવાના રહેશે. લાંબા અંતરના કારણે તેમાં ઘણી વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવી છે.પાંચ વર્ષના આયોજન પછી, એરલાઈને કહ્યું કે તેણે આ 'પ્રોજેક્ટ સનરાઈઝ' માટે 12 એરબસ A350-1000 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આ ફ્લાઈટà
10:26 AM May 02, 2022 IST | Vipul Pandya
Qantas એરલાઈને સોમવારે વિશ્વની સૌથી લાંબી નોન-સ્ટોપ કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવા વર્ષ 2025ના અંત સુધીમાં શરૂ થઈ જશે. આ હવાઈ સફર સિડનીથી લંડનની હશે. જેમાં મુસાફરોએ 19 કલાક પસાર કરવાના રહેશે. લાંબા અંતરના કારણે તેમાં ઘણી વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવી છે.
પાંચ વર્ષના આયોજન પછી, એરલાઈને કહ્યું કે તેણે આ "પ્રોજેક્ટ સનરાઈઝ" માટે 12 એરબસ A350-1000 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આ ફ્લાઈટ્સ લંડન અને ન્યૂયોર્ક માટે હશે. 2025ના અંત સુધીમાં સિડનીથી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ થશે. ભવિષ્યમાં મેલબોર્નનો સમાવેશ કરવાનું આયોજન છે.
Qantasના CEO એલન જોયસે કહ્યું, 'નવા પ્રકારના એરક્રાફ્ટ નવી વસ્તુઓ શક્ય બનાવે છે. A350 અને પ્રોજેક્ટ સનરાઇઝ કોઈપણ શહેરને ઓસ્ટ્રેલિયાથી માત્ર એક ફ્લાઇટ દૂર કરશે.'
ફ્લાઇટનું સફળ પરીક્ષણ ફ્લાઇટ 
Qantasએ 2019માં લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે લંડન-સિડની ટ્રેક પર ફ્લાઇટ્સનું પરીક્ષણ શરૂ કર્યું. આ 17,800 કિમી (11,030 માઇલ) માર્ગને કવર કરવામાં 19 કલાક અને 19 મિનિટનો સમય લાગ્યો. ન્યૂયોર્ક-સિડની પરીક્ષણ ફ્લાઇટને 16,200 કિલોમીટર (10,200 માઇલ)નું અંતર કાપવામાં 19 કલાકથી થોડો વધુ સમય લાગ્યો હતો. Qantas પહેલેથી જ 14,498 કિમીની પર્થ-લંડન મુસાફરી ચલાવે છે જે 17 કલાક જેટલો સમય લાગ્યો છે.
કંપનીના જણાવ્યા અનુસાર લાંબા અંતરની ફ્લાઇટ માટે મહત્તમ આરામ માટે કેબિનને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. નવા A350 એરક્રાફ્ટને 238 મુસાફરો માટે ગોઠવવામાં આવશે. જેમાં ફર્સ્ટ ક્લાસ સ્યુટમાં અલગ બેડ, રિક્લાઈનિંગ ચેર અને વોર્ડરોબ આપવામાં આવશે. Qantasએ પુષ્ટિ કરી કે તે એરબસ પાસેથી 40 A321 XLR અને A220 એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપી રહ્યું છે. 
Tags :
A321XLRalanjonesAlanJonesQantasCEOAustraliaGujaratFirstLondonnon-stopflightprojectsunriseQantassydney
Next Article