આ માતા-પિતાએ પુત્રીની યાદોને સાચવવા કર્યુ એવું કામ, જે જોઈને તમારી આંખો ભીની થઈ જશે
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે અમુક એવા પણ વિડીયો વાયરલ થતાં હોય છે જે તમારા દીલને સ્પર્શી જતાં હોય છે તો ઘણા એવા પણ વિડીયો હોય છે જોઈને તમે હસવાનું રોકી શકતા નથી. તમે જાણો છો કે બાળકનો સૌથી મહત્વનો સંબંધ એ છે જે તેઓ તેમના માતાપિતા સાથે હોય છે. તે પણ બિનશરતી સંબંધોમાંથી એક છે. ત્યારે આવો જ એક માતા-પિતા અને તેમની પુત્રી વચ્ચેનો આવો જ એક હૃદય સ્પà
07:36 AM Aug 26, 2022 IST
|
Vipul Pandya
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે અમુક એવા પણ વિડીયો વાયરલ થતાં હોય છે જે તમારા દીલને સ્પર્શી જતાં હોય છે તો ઘણા એવા પણ વિડીયો હોય છે જોઈને તમે હસવાનું રોકી શકતા નથી.
તમે જાણો છો કે બાળકનો સૌથી મહત્વનો સંબંધ એ છે જે તેઓ તેમના માતાપિતા સાથે હોય છે. તે પણ બિનશરતી સંબંધોમાંથી એક છે. ત્યારે આવો જ એક માતા-પિતા અને તેમની પુત્રી વચ્ચેનો આવો જ એક હૃદય સ્પર્શી બંધન એક વિડીયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે.
આ વિડીયોમાં એક છોકરીના માતા-પિતા પાણી અને દૂધથી દીકરીના પગ ધોઈને અને પછી તેને પીવે છે. તેઓ આવું એટલા માટે કરી રહયા છે કારણ કે તેની પુત્રી ઘરને વિદાઇ એટલે કે સાસરે જવાની છે.
આ વિડીયોમાં છોકરીના પિતા પાણીથી અને પછી દૂધથી દીકરીના પગ ધોતા જોવા મળે છે. પિતાએ તેની પુત્રીના પગ ટુવાલ વડે સૂકવ્યા અને તેના પગ લાલ રંગથી ભરેલી પ્લેટ પર મૂકવા કહ્યું. પછી તે સફેદ કપડા પર ચાલે છે જેથી તેના પગના નિશાન તેના પર અમર થઈ શકે. આ વિડીયોને IAS ઓફિસર સંજય કુમારે કેપ્શન સાથે શેર કર્યો છે.
આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે જ્યારે કેટલાકે માતા-પિતાના પ્રેમને બિરદાવ્યો હતો, તો કેટલાકે તેને બિનજરૂરી માન્યું હતું અને સોશિયલ મીડિયા માટે કરવામાં આવ્યું હતું. આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે .
Next Article