Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાએ રેલવે સ્ટેશનના બાથરૂમમાં આપ્યો બાળકીને જન્મ, 108 વરદાનરૂપ સાબિત થઇ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક અજીબ ઘટના ઘટી છે. વહેલી સવારે મહિલાએ બાથરૂમમાં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ માતા બેભાન થઈ ગઈ હતી. તાજી જન્મેલ બાળકી ત્યાં રડતી હતી. રેલવે સ્ટેશનથી કોલ મળતાની સાથે જ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને માતા તથા બાળકીની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરના પ્લેટà
મહિલાએ રેલવે સ્ટેશનના બાથરૂમમાં આપ્યો બાળકીને જન્મ  108 વરદાનરૂપ સાબિત થઇ
Advertisement
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક અજીબ ઘટના ઘટી છે. વહેલી સવારે મહિલાએ બાથરૂમમાં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ માતા બેભાન થઈ ગઈ હતી. તાજી જન્મેલ બાળકી ત્યાં રડતી હતી. રેલવે સ્ટેશનથી કોલ મળતાની સાથે જ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને માતા તથા બાળકીની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 5 પર સવારે 3.30 વાગ્યાના અરસામાં એક મહિલા વોશરૂમ ગઈ હતી. તે દરમ્યાન  તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ આ મહિલા બેભાન થઈ ગઈ હતી. જ્યારે બાળકી રડતી હતી. આ દરમ્યાન ત્યાં હાજર એક વ્યક્તિએ 108ને કોલ કરી સારવાર માટે મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ 108ની ટીમ 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે  બન્નેને શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતાઅને બાળકીની હાલત સ્થિર છે. 
Advertisement
Tags :
Advertisement

.

×