29 વર્ષીય પ્રેમી સાથે લગ્ન કરવા પત્નીએ 6 લાખની સોપારી આપી પતિની હત્યા કરાવી
દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં 17 મેના રોજ વર્કશોપના માલિક મોઇનુદ્દીન કુરેશીની ગોળીબારના મામલામાં એક સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. કુરેશીની હત્યામાં કોઈ બહારની વ્યક્તિ સામેલ ન હતી, પરંતુ માત્ર તેની પત્ની હતી, જેની સાથે તેણે 25 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આ હત્યા કુરેશીની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હતી. ગાઝિયાબાદથી ભાડાના કિલરને બોલાવ્યાં બંનેએ છ લાખ રૂપિયાની સોપારી આપીને
દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં 17 મેના રોજ વર્કશોપના માલિક મોઇનુદ્દીન કુરેશીની ગોળીબારના મામલામાં એક સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. કુરેશીની હત્યામાં કોઈ બહારની વ્યક્તિ સામેલ ન હતી, પરંતુ માત્ર તેની પત્ની હતી, જેની સાથે તેણે 25 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આ હત્યા કુરેશીની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હતી.
ગાઝિયાબાદથી ભાડાના કિલરને બોલાવ્યાં
બંનેએ છ લાખ રૂપિયાની સોપારી આપીને ગાઝિયાબાદથી ભાડાના કિલરને બોલાવ્યાં હતા. પોલીસને મૃતકની પત્નીના મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર) પરથી મોટી કડી મળી હતી અને બુધવારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે મોઇનુદ્દીન કુરેશીની 40 વર્ષીય પત્ની જીબા કુરેશી, તેના 29 વર્ષીય બોયફ્રેન્ડ શોએબ અને સોપરી આપનાર કિલર વિનીત ગોસ્વામીની ધરપકડ કરી છે. ગોસ્વામી ગાઝિયાબાદના બમહેટા ગામના રહેવાસી છે. તેમની પાસેથી એક પિસ્તોલ, બે કારતૂસ, ત્રણ લાખ રોકડ સાથે આ ગુનામાં વપરાયેલી એક ચોરીની બાઇક પણ જપ્ત કરાઇ છે.
રાત્રિ દરમિયાન તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું હતું કે 17 મેની રાત્રે લગભગ 10 વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ કાલિદાસ રોડ પર ખાલસા સ્કૂલની સામે વર્કશોપના માલિક મોઇનુદ્દીનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે મોઈનુદ્દીનના નાના ભાઈ રૂકનુદ્દીનના નિવેદન અનુસાર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મોબાઈલ કોલ ડીટેઈલ રેકોર્ડમાંથી ખુલ્યું રહસ્ય
તપાસ દરમિયાન પોલીસે જ્યારે મૃતકની પત્નીના નિવેદન લીધા તો તેમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો. તે વારંવાર નિવેદન બદલી રહી હતી. આના પર પોલીસને શંકા ગઈ અને તેણે તેના મોબાઈલના સીડીઆરની તપાસ કરી. આ દરમિયાન પોલીસને ખબર પડી કે જીબા મેરઠમાં એક નંબર પર સતત વાત કરતી હતી. જ્યારે પોલીસે તેને આ અંગે ફરીથી પૂછપરછ કરી તો તેણે ના પાડી. પોલીસે સખ્તીથી તપાસ કરીતો તે ભાંગી પડી અને હત્યાના કાવતરાનો પર્દાફાશ કર્યો. આ પછી પોલીસે બુધવારે અલગ-અલગ જગ્યાએથી એક પછી એક ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
ફેસબુક દ્વારા પ્રેમી સાથે મિત્રતા
પૂછપરછ દરમિયાન પત્ની જીબાએ ખુલાસો કર્યો કે તેના લગ્ન લગભગ 25 વર્ષ પહેલા 15 વર્ષની ઉંમરે મોઇનુદ્દીન સાથે થયા હતા. જીબાને બે પુત્ર અને એક પુત્રી છે. બીજી તરફ, મોઇનુદ્દીન વર્કશોપ સિવાય પ્રોપર્ટીનો ધંધો કરતો હતો. તે પોતાનો મોટાભાગનો સમય પતંગ ઉડાડવામાં અને દારૂ પીવામાં પસાર કરતો હતો. આટલું જ નહીં દારૂના નશામાં તેને માર મારતો હતો. દરમિયાન, તથી જીબાએ ફેસબુક દ્વારા મેરઠના રહેવાસી શોએબ સાથે મિત્રતા કરી. બંને વચ્ચે નિકટતા એટલી વધી ગઈ કે જીબાએ શોએબ સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. આ પછી તેણે શોએબ સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું. પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી એકઠી કરી રહી છે.
દરિયાગંજમાંથી ચોરાયેલી બાઇક પર આવ્યાં હતાં હત્યારાઓ
તપાસમાં સામેલ પોલીસ ટીમે 500 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી. આ સિવાય લગભગ 100 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને ખબર પડી કે મોઇનુદ્દીનની હત્યા કરનાર આરોપી યુપી સાથે સંબંધિત છે. આરોપીએ સફેદ કલરની બાઇક પર બેસીને આ ગુનાને અંજામ આપ્યો હતો. દરિયાગંજ વિસ્તારની તારા હોટલ પાસે બાઇક બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ બાઇક મેરઠના મેડિકલ કોલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી.
Advertisement