Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મંકી પોક્સ વાયરસે વધારી વિશ્વની ચિંતા, WHOએ બોલાવી ઇમરજન્સી બેઠક

કોરોના મહામારીમાંથી હજુ લોકોને માંડ કળ વળી છે..ત્યાં બીજી એક બીમારીએ સૌ કોઇની ચિંતા વધારી છે. આ બીમારી એટલે મંકી પોક્સ. મંકી પોક્સ કોઇ નવો વાયરસ નથી. પરંતુ આ વાયરસનું સંક્રમણ પહેલા આફ્રિકન દેશો પૂરતું સિમિત હતું..હવે તે આફ્રિકાથી બહાર નીકળીને યુરોપિયન દેશો અને અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયામાં પણ પહોંચ્યું છે. અને એટલે જ દુનિયાભરના આરોગ્ય નિષ્ણાંતો માટે આ ચિંતાનો વિષય બન્યો છે.. આ જ વિàª
12:59 PM May 24, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારીમાંથી હજુ લોકોને માંડ કળ વળી છે..ત્યાં બીજી એક બીમારીએ સૌ કોઇની ચિંતા વધારી છે. આ બીમારી એટલે મંકી પોક્સ. મંકી પોક્સ કોઇ નવો વાયરસ નથી. પરંતુ આ વાયરસનું સંક્રમણ પહેલા આફ્રિકન દેશો પૂરતું સિમિત હતું..હવે તે આફ્રિકાથી બહાર નીકળીને યુરોપિયન દેશો અને અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયામાં પણ પહોંચ્યું છે. અને એટલે જ દુનિયાભરના આરોગ્ય નિષ્ણાંતો માટે આ ચિંતાનો વિષય બન્યો છે.. આ જ વિષય પર વાત કરીશું અને આ રોગ સાથે જોડાયેલી તમામ જાણકારી મેળવીશું.. 
મંકીપોક્સ વાયરસના વધતા જતા કેસો ચિંતાનો વિષય બન્યા છે. ખુદ વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ રોગ જે રીતે અલગ-અલગ દેશોમાં ફેલાઇ રહ્યો છે તેને લઇને ખુબજ ગંભીર બની છે. અને આ વાયરસના અભ્યાસ માટે દિવસ-રાત કામ કરી રહી છે. ત્યારે સૌથી પહેલા વિસ્તૃત રીતે એ જાણીએ કે મંકી પોક્સ આખરે છે શું? આ બીમારીના લક્ષણો કયા કયા છે અને કઇ રીતે ફેલાય છે આ બીમારી? 
  • મંકી પોક્સ વાયરસે વધારી વિશ્વની ચિંતા 
  • WHOએ બોલાવી ઇમરજન્સી બેઠક 
  • બેઠકમાં કારણો અને ઉપાયો પર કરાશે ચર્ચા 
વિશ્વના અમુક દેશોમાં મંકીપોક્સ વાયરસના વધતા જતા કેસોએ ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ મુદ્દે ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા આ વાયરસના સંક્રમણના કારણો અને ઉપાયો પર ચર્ચા કરવાનો રહેશે. ત્યારે મંકીપોક્સ વાયરસ એટલે શું? તે પ્રશ્ન અનેક લોકોને સતાવી રહ્યો છે. આ વાયરસ અંગે સૌથી પહેલા થોડીક જાણકારી આપી દઇએ.. 
  • મંકી પોક્સ સૌથી પહેલા આફ્રિકામાં જોવા મળ્યો 
  • સૌથી પહેલા જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો 
  • મંકી પોક્સના લક્ષણો પણ સામાન્ય ફલૂ જેવા 
  • વ્યક્તિથી વ્યક્તિમાં નહીં, પ્રાણીથી વ્યક્તિમાં ફેલાય 
  • મોટાભાગે વાંદરા કે પછી ઉંદરથી ફેલાય છે મંકી પોક્સ 
 
મંકીપોક્સ દુર્લભ અને હળવો સંક્રમિત વાયરસ છે. તે આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો. આ બીમારી સ્મોલ પોક્સ જેવી જ લાગે છે. તેના લક્ષણો ફ્લૂના રોગ જેવા જ છે. યુકેની એજન્સીએ દાવો કર્યો છે કે, આ વાયરલ ઇન્ફેક્શન છે, તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાતું નથી, પરંતુ આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે. તે મોટાભાગે વાંદરા કે ઉંદરથી મનુષ્યમાં ફેલાય છે.
  • મંકી પોક્સની ફોલ્લીઓ હોય છે ચિકન પોક્સ જેવી 
  • ચિકન  ફોક્સ જેવી ફોલ્લીઓને કારણે થાય છે ગેરસમજ 
  • બેથી ચાર અઠવાડિયામાં લક્ષણો થઇ જાય છે ગાયબ 

મનુષ્યમાં આ વાઇરસના લક્ષણોની વાત કરીએ તો...

  • તાવ
  • માથાનો દુ:ખાવો
  • માંસપેશીઓમાં દુ:ખાવો
  • શરીરનો દુ:ખાવો
  • શરીરમાં થાક જેવા લક્ષણો જોવા મળી શકે છે.


 સામાન્ય રીતે આ લક્ષણોનો અનુભવ કર્યાના એકથી પાંચ દિવસ પછી ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે.ફોલ્લીઓ કેટલીકવાર ચિકનપોક્સ જેવી દેખાતી હોવાથી ગેરસમજ થઈ શકે છે. લક્ષણો સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયામાં ગાયબ થઈ જાય છે.

  • શીતળાની ફોલ્લીઓ કરતા મોટી હોય છે ફોલ્લીઓ 
  • શરૂઆતમાં લાલ રંગની ફોલ્લી પછી કાળી થઇ જાય છે
  • ઘણીવાર દાણા ચહેરાથી શરૂ થઇ જાય છે 
મંકીપોક્સમાં શરીર પર જે ફોલ્લીઓ થાય છે, તે શીતળાની ફોલ્લીઓ કરતા ઘણી મોટી હોય છે, શરૂઆતના દિવસોમાં તે લાલ રંગની હોય છે, જે ધીમે ધીમે કાળી થવા લાગે છે. મંકીપોક્સ વાયરસના દાણા ઘણીવાર ચહેરાથી શરૂ થાય છે. જ્યારે સ્મોલપોક્સમાં આવા કોઈ લક્ષણો હોતા નથી. મંકીપોક્સમાં વાયરસ ધીમે ધીમે ઉપરથી નીચે તરફ જાય છે અને થોડા દિવસો પછી તેમાં પસ ભરાઈ જાય છે, જે ખૂબ જ પીડાદાયક પણ હોઈ શકે છે.
  • યુરોપમાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે મંકી પોક્સ 
  • અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં પણ મંકી પોક્સ 
અહી ઉલ્લેખનિય છે કે, આ વાયરસ યુરોપમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુરોપિયન દેશો બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને યુનાઇટેડ કિંગડમમાં ચિંતા ઊભી થઈ છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી પણ કેસ સામે આવ્યા છે.
Tags :
GujaratFirst
Next Article