Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર પૂર્વમાં પૂરનો પ્રકોપ, ઉત્તર પશ્ચિમમાં કાળઝાળ ગરમી અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ

વર્તમાન સમયે દેશમાં હવામાનનો કંઇક અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. દેશમાં ક્યાંક પૂરનો પ્રકોપ છે તો વળી ક્યાંક ભારે વરસાદની આગાહી થઇ રહી છે. તો એક ભાગ એવો પણ છે કે જ્યાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલે કે દેશનમાં ઉત્તરથી લઇને દક્ષિણ અને પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અલગ અલગ હવામાન જોવા મળી રહ્યું છે.  આસામમાં પૂરનો પ્રકોપઆસામમાં પૂરના કારણે છ લાખ લોકો પ્રભાવિત થયા છે. અàª
ઉત્તર પૂર્વમાં પૂરનો પ્રકોપ  ઉત્તર પશ્ચિમમાં કાળઝાળ ગરમી અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ
વર્તમાન સમયે દેશમાં હવામાનનો કંઇક અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. દેશમાં ક્યાંક પૂરનો પ્રકોપ છે તો વળી ક્યાંક ભારે વરસાદની આગાહી થઇ રહી છે. તો એક ભાગ એવો પણ છે કે જ્યાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલે કે દેશનમાં ઉત્તરથી લઇને દક્ષિણ અને પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અલગ અલગ હવામાન જોવા મળી રહ્યું છે. 
Advertisement

આસામમાં પૂરનો પ્રકોપ
આસામમાં પૂરના કારણે છ લાખ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં આઠ લોકોના મોત પણ થયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મંગળવારે આસામ પડોશી રાજ્ય ત્રિપુરા, મિઝોરમ અને મણિપુરથી રોડ અને રેલ માર્ગે વિખુટું પડ્યું છે. ખાસ કરીને આસામના બરાક વેલી અને દિમા હાસાઓ જિલ્લામાં રેલવે ટ્રેક અને રોડ ધોવાઇ ગયા છે. આસામના દિમા હસાઓ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે અનેક સ્થળોએ રોડ અને રેલ સંપર્ક ખોરવાઈ ગયો હતો. મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ભૂસ્ખલનથી દક્ષિણ આસામની બરાક ખીણ અને ત્રણ ઉત્તરપૂર્વીય રાજ્યોના મહત્વના ભાગો સાથેનો માર્ગ સંપર્ક વિક્ષેપિત થયો હતો. 
કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ
બીજી તરફ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે કર્ણાટક અને કેરળના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ હોવાના સમાચાર પણ આવ્યા છે. સાથે જ વીજ લાઈનો ખોરવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળના કોટ્ટયમ અને કર્ણાટકના બેંગ્લોરમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ થયો હતો. ઉપરાંત કેરળના કોઝિકોડમાં સતત વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં 'ઓરેન્જ' એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 
કર્ણાટકમાં મંગળવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે. કર્ણાટક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર કર્ણાટકમાં 19 થી 22 મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પહેલા જ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી હતી.  હવે IMDએ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમી
ઉત્તર પશ્ચિમ ભારતમાં લોકોને હાલ ગરમીથી રાહત મળે તેવી શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17-19 મે દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.  બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ વિભાગ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં 17 મેના રોજ ગરમ પવનો ફૂંકાશે. આ સિવાય ઉત્તર મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 17, 20 અને 21 મેના રોજ તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. બીજી તરફ દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણામાં 19 અને 20 મેના રોજ, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 18-21 મે અને પૂર્વ રાજસ્થાનમાં 20-21 મેના રોજ હીટવેવની સ્થિતિ રહેશે.
Tags :
Advertisement

.