દુનિયાની સૌથી નબળી ટીમે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ક્રિકેટ ટીમને હરાવી રચ્યો ઈતિહાસ
ક્રિકેટની રમતમાં સૌથી મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયાને ગણવામાં આવે છે. ત્યારે આ ટીમને હરાવવી આજના સમયે અન્ય ટીમો માટે આસાન નથી. પરંતુ આજે આ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સૌથી મોટી વાત એ છે કે , મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમ ઝિમ્બાબ્વે કે જેને સૌથી નબળી ટીમ ગણવામાં આવે છે તેના વિરુદ્ધ હારી છે. ક્રિકેટની દુનિયામાં પોતાના સ્થાનને લઇને હર હંમેશા સંઘર્ષ કરતી ઝિમ્બાબ્વેની ટીમે આજે ઈતિહાસ રચà
Advertisement
ક્રિકેટની રમતમાં સૌથી મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયાને ગણવામાં આવે છે. ત્યારે આ ટીમને હરાવવી આજના સમયે અન્ય ટીમો માટે આસાન નથી. પરંતુ આજે આ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સૌથી મોટી વાત એ છે કે , મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમ ઝિમ્બાબ્વે કે જેને સૌથી નબળી ટીમ ગણવામાં આવે છે તેના વિરુદ્ધ હારી છે.
ક્રિકેટની દુનિયામાં પોતાના સ્થાનને લઇને હર હંમેશા સંઘર્ષ કરતી ઝિમ્બાબ્વેની ટીમે આજે ઈતિહાસ રચ્યો છે. મહત્વનું છે કે, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઝિમ્બાબ્વે આ દિવસ (3 સપ્ટેમ્બર, 2022) ક્યારેય નહીં ભૂલી શકે. મહત્વનું છે કે, ટાઉન્સવિલેના રિવરવે સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ જીતનો હીરો લેગ સ્પિનર રેયાન બર્લે હતો, જેણે પોતાની ત્રણ ઓવરમાં 10 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જેના કારણે ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને માત્ર 141 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી 39મી ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
આ મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન રેગિસ ચાકાબાવાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાના 10 રનમાં ટીમના બોલરોએ બે બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી એક પછી એક વિકેટો પડતી રહી અને 72 રન આવ્યા ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટો પડવાને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ કમ બેક કરી શકી ન હતી અને 31 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ વોર્નર એકલો ક્રિઝ પર રહ્યો અને તેણે 96 બોલમાં 94 રન બનાવ્યા. ઝિમ્બાબ્વે તરફથી રેયાન બર્લેએ 3 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટ લીધી હતી.
ઝિમ્બાબ્વેના આ શાનદાર પરાક્રમની વચ્ચે ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સ્ટાર્કે આ મેચમાં 8 ઓવરમાં 33 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી, જેની સાથે તે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર બોલર બની ગયો છે. સ્ટાર્ક હંમેશાથી તોફાની બોલર રહ્યો છે અને તેને ટેસ્ટ ક્રિકેટ કરતાં સફેદ બોલના વધુ મજબૂત બોલર તરીકે ગણવામાં આવે છે. તેની પાસે 90 mphની ઝડપે ખૂબ જ ઘાતક યોર્કર છે, જેના કારણે તે બોલરોની યાદીમાં ખૂબ જ ઉપર આવે છે. મિચેલ સ્ટાર્કે માત્ર 102 મેચમાં 200 વિકેટ ઝડપી છે, આ તેની ક્ષમતા દર્શાવે છે.
Advertisement