Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નમક

'લે, ખાઈ લે.' અવાજ ધીમો પણ સ્પષ્ટ હતો છતાં એ સમજી ન શક્યો. એકેય ઇન્દ્રિય કામ જ ક્યાં કરતી હતી એની? ભયંકર વેદના ને પીડાની આ સ્થિતિમાં એ કેટલા દિવસથી હતો, યાદ ન આવ્યું એને. ફરી અવાજ આવ્યો. ને એનાથી થોડે દૂર કંઈક સરકીને આવ્યું. મહા મહેનતે એણે આંખ ઊંચી કરીને જોયું.અડધી રોટલીનો ટુકડો. એની આંખમાં ચમક આવી. ગોઠણભેર ઢસડાતો એ એની નજીક ગયો. સાંકળેથી બંધાયેલા હાથથી ટુકડો ઉપાડ્યો, ધીમી પણ મક્કમ ગતિએ એà
નમક
"લે, ખાઈ લે." 
અવાજ ધીમો પણ સ્પષ્ટ હતો છતાં એ સમજી ન શક્યો. એકેય ઇન્દ્રિય કામ જ ક્યાં કરતી હતી એની? ભયંકર વેદના ને પીડાની આ સ્થિતિમાં એ કેટલા દિવસથી હતો, યાદ ન આવ્યું એને. 
ફરી અવાજ આવ્યો. ને એનાથી થોડે દૂર કંઈક સરકીને આવ્યું. મહા મહેનતે એણે આંખ ઊંચી કરીને જોયું.
અડધી રોટલીનો ટુકડો. એની આંખમાં ચમક આવી. ગોઠણભેર ઢસડાતો એ એની નજીક ગયો. સાંકળેથી બંધાયેલા હાથથી ટુકડો ઉપાડ્યો, ધીમી પણ મક્કમ ગતિએ એણે એ ટુકડો મોં પાસે લાવ્યો. નાકમાં એની વાસી સુગંધ પેસી જ હતી ને…
"તારા દેશનું નમક સૂંઘે એ બીજા, આ કેપ્ટન નહિ, સમજ્યો?" પોતાને ચોરી છૂપી જોતી બે નજરોને એણે ફરી એક વાર નિરાશ કરી. 
-શ્રદ્ધા ભટ્ટ
Advertisement
Tags :
Advertisement

.