Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મક્કામાં વીજળી પડવાનો વિડીયો થયો વાયરલ, 13 લાખ લોકોએ જોયું ભયાનક દ્રશ્ય

સોશિયલ મીડિયા પર હંમેશા કોઈને કોઈ વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ  મીડિયા પર ઘણા  એવા  વિડીયો  હોય છે  જે  જોયા પછી આપણા દિલને હચમચાવી દે છે, જ્યારે આવા ઘણા વિડિયો છે, જેને જોયા પછી આપણને હસવું પણ આવે છે. ત્યારે હાલમાં જ એક વિડીયો  સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો સાઉદી અરેબિયાનો હોય તેવું  જોવા મળી રહ્યું છે . જેમાં મક્કા સ્થિત ઐતિહાસિક અને સુંદર 'ક્લોક ટાવર' પર વà«
મક્કામાં વીજળી પડવાનો વિડીયો થયો વાયરલ  13 લાખ લોકોએ જોયું ભયાનક દ્રશ્ય
સોશિયલ મીડિયા પર હંમેશા કોઈને કોઈ વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ  મીડિયા પર ઘણા  એવા  વિડીયો  હોય છે  જે  જોયા પછી આપણા દિલને હચમચાવી દે છે, જ્યારે આવા ઘણા વિડિયો છે, જેને જોયા પછી આપણને હસવું પણ આવે છે. 
ત્યારે હાલમાં જ એક વિડીયો  સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો સાઉદી અરેબિયાનો હોય તેવું  જોવા મળી રહ્યું છે . જેમાં મક્કા સ્થિત ઐતિહાસિક અને સુંદર 'ક્લોક ટાવર' પર વીજળી પડવાનો  વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને  13 લાખ લોકોએ જોયો છે.
Advertisement

આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આકાશમાંથી વીજળી  પડી રહી છે. વિડીયોમાં ક્લોક ટાવર પર વીજળી પડતી જોવા મળી રહી છે, જે ખૂબ જ ડરામણું  દ્રશ્ય  જોવા મળી રહ્યું છે. આ વિડીયો  જોયા પછી લોકો એકદમ ચોંકી ગયા છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોને  મુલ્હમહ નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. આ વિડીયોને  13 લાખ લોકોએ જોયો છે, જ્યારે ઘણા યુઝર્સે આ  વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 
Tags :
Advertisement

.