Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ કેસમાં ઝડપથી ન્યાય મળતા હર્ષ સંઘવીનો આભાર માનવા પહોંચ્યો સુરતનો પરિવાર, માત્ર 78 દિવસમાં અપાવી સજા

બે દિવસ પેહલા 7 વર્ષની બાળકી દુષ્કર્મ અને હત્યા મામલે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જેને લઈને આજરોજ ઓરિસ્સા સમાજ અને પીડિત પરિવારે ગૃહ રાજ્યમંત્રી જોડે મુલાકાત કરી તેમનો આભાર માન્યો હતો.ગત 7 ડિસેમ્બરના રોજ બની હતી દુષ્કર્મની ઘટના ઘટના 7 ડિસેમ્બરના રોજ બની હતી. ત્યારબાદ આ મામલે ઓરિસ્સા સમાજના લોકો અને પીડીત પરિવાર દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તે સમયે ગૃહ ર
આ કેસમાં ઝડપથી ન્યાય મળતા હર્ષ સંઘવીનો આભાર માનવા પહોંચ્યો સુરતનો પરિવાર   માત્ર 78 દિવસમાં અપાવી સજા
બે દિવસ પેહલા 7 વર્ષની બાળકી દુષ્કર્મ અને હત્યા મામલે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જેને લઈને આજરોજ ઓરિસ્સા સમાજ અને પીડિત પરિવારે ગૃહ રાજ્યમંત્રી જોડે મુલાકાત કરી તેમનો આભાર માન્યો હતો.

ગત 7 ડિસેમ્બરના રોજ બની હતી દુષ્કર્મની ઘટના 
ઘટના 7 ડિસેમ્બરના રોજ બની હતી. ત્યારબાદ આ મામલે ઓરિસ્સા સમાજના લોકો અને પીડીત પરિવાર દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તે સમયે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ  સમાજના આગેવાનો અને પીડિતાના પરિવાર જોડે વાતચીત કરી પરિવારને ઝડપ થી ન્યાય મળશે તેવું વચન આપ્યું હતું. જેથી પરિવારને બે દિવસ પહેલા આ મામલે ન્યાય મળતા આજરોજ ગૃહ રાજય મંત્રીનો આભાર માનવા માટે પહોંચ્યા હતા.જેમાં બાળકીના માતા-પિતા ભાવુક થઈ ગયા હતા. 
શું કહ્યું ગૃહ રાજ્ય મંત્રીએ ?
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે  જે દિવસે ચૂંટણીનું પરિણામ હતું તે દિવસે જ સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો. હત્યાની ઘટના બનતા સમાજના સૌ આગેવાનોને મળવાનું થયું હતું. ત્યારે સમાજના આગેવાનોની માત્ર એક જ માગણી હતી કે,કે દોષિતને કોઈપણ એટલે કોઈ પણ પ્રકારની છૂટ ના મળે અને આ સાત વર્ષની બાળકીને તેમના પરિવારજનોને ન્યાય જરૂરથી મળવો જોઈએ.. અને ન્યાય મળવામાં સમયના લાગે તે માટે પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને ન્યાયિક પ્રક્રિયા આગળ વધે. ઘટના બન્યાના 78માં દિવસે જ આ બાળકીના પરિવારને ન્યાય અપાવવામાં સુરત પોલીસ અને ન્યાયતંત્રએ સફળતા મેળવી છે.
પોલીસે ગણતરીના દિવસોમાંજ ચાર્જશીટ ફાઇલ કરી હતી 
અત્યંત દુઃખદ ઘટનામાં સુરત પોલીસની આખી ટીમે રાત દિવસ મહેનત કરીને ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.અને ચાર્જશીટ ફાઈલ કર્યાબાદ 78માં દિવસે જ આ બાળકીના પરિવારને ન્યાય અપાવવામાં સુરત પોલીસ અને ન્યાયતંત્રએ સફળતા મેળવી છે. માત્ર 78 દિવસમાં જ ગુનેગારને ફાંસીની સજાનો ચૂકાદો અપાવવાની જે ઝડપી ન્યાય પ્રક્રિયા છે, તેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારના ગુનેગારો ઉપર ડર બેસાડી શકાશે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.