દાંતામા વ્યાજખોરનો ત્રાસથી પીડિતે નોંધાઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
ગુજરાત સરકાર હાલ વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે.હાલમાં આખા ગુજરાતમા વ્યાજખોરો સામે હજારો પોલીસ ફરીયાદ દાખલ થઇ છે તેમ છતાંય હજુ પણ વ્યાજખોરો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ રહી છે.ચોક્કસપણે કહી શકાય છે કે લોકોને ધંધા વ્યવસાય માટે નાણાની જરૂરીયાત હોઈ તેઓ જયારે વ્યાજખોર પાસે નાણા ઉછીના લે છે ત્યારે તેઓ પોતાના સહી કરેલા ચેક પણ આપી દેતા હોય છે.દાંતા તાલુકામાં પણ વ્યાજખોરોનો ભારે ત્રાસ વધવàª
ગુજરાત સરકાર હાલ વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે.હાલમાં આખા ગુજરાતમા વ્યાજખોરો સામે હજારો પોલીસ ફરીયાદ દાખલ થઇ છે તેમ છતાંય હજુ પણ વ્યાજખોરો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ રહી છે.ચોક્કસપણે કહી શકાય છે કે લોકોને ધંધા વ્યવસાય માટે નાણાની જરૂરીયાત હોઈ તેઓ જયારે વ્યાજખોર પાસે નાણા ઉછીના લે છે ત્યારે તેઓ પોતાના સહી કરેલા ચેક પણ આપી દેતા હોય છે.દાંતા તાલુકામાં પણ વ્યાજખોરોનો ભારે ત્રાસ વધવા પામ્યો છે.
Advertisement
દાંતામાં વ્યાજખોરોનો ત્રાસ
દાંતા ખાતે બિયારણની દુકાન ધરાવતા પીડિત જીવાભાઈ પ્રજાપતીએ જણાવ્યું કે મારે દાંતા ખાતે બિયારણની દુકાન ધરાવતા હોઈ ગંગવા વાળા વાળા જગતસીંહ બારડ અવારનવાર મારી દુકાને આવતા હતા અને મારે ધંધા માટે નાણાની જરુરીઆત હોવાથી મેં મારા મિત્ર પાસે વ્યાજે નાણા લીધા હતા. પીડિત જીવાભાઈએ જણાવ્યું કે મે 2 લાખના બદલામા 2 લાખ 65 હજાર ચુકવી દીધા છે તેમ છતાંય જગતસિંહ બારડ હજુ 6 લાખ 60 હજાર માંગી રહ્યા છે અને મેં આપેલો ચેક પણ બેંક મા નાખી હાલ સુધી મને મારા મોબાઈલ પર પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને ધાક ધમકી આપી રહ્યા છે.દાંતા પોલીસ મથકે પીડિત જીવાભાઈ પ્રજાપતિએ ગંગવાના રહીશ જગતસિંહ બારડ સામે વ્યાજખોરીની ફરીયાદ નોંધાવતા દાંતા તાલુકામાં વ્યાજખોરો મા સોપો પડી ગયો છે
પીડિતએ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
દાંતા પોલીસ મથકે થી મળતી માહિતી પ્રમાણે જીવાભાઈ પ્રજાપતીને દાંતા ખાતે બિયારણની દુકાન હતી અને તેમની દુકાને ગંગવાના જગતસિંહ બારડ અવારનવાર આવી બેસતા હતા અને તેમના વચ્ચે મિત્રતા વધી હતી.જીવાભાઈ પ્રજાપતિને ધંધા માટે 2 લાખ રૂપિયાની જરૂર હોઈ તેમને તેમના મિત્ર જગતસિંહ બારડ પાસે વ્યાજે નાણા લીધા હતા.પીડિતે આપેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે મે 19/5/2019 ના દિવસે 1 લાખ રૂપિયા ઉધાર વ્યાજ પેટે લીધા હતા તે સમયે જગતસિંહે 1 લાખના 10 ટકા લેખે 10 હજાર વ્યાજ પેટે કાપી મને 90 હજાર રૂપિયા આપ્યા હતા.આ સમય ગાળામાં વ્યાજખોર જગતસિંહે પીડિત જીવાભાઈ પાસેથી બનાસકાંઠા મર્કન્ટાઈલ બેંક નો સહી કરેલો એક ચેક પણ લઇ લીધો હતો.
બે ત્રણ મહિનાનું ભેગુ વ્યાજ જગતસિંહને આપતા હતા
ત્યારબાદ વ્યાજખોર જગતસિંહ તારીખ 6/3/2020ના રોજ પીડિત ની દુકાન આવીને અગાઉ આપેલા 1 લાખના બદલે 3 માસના વ્યાજ પેટે 15 હજાર રૂપિયા લીધા હતા. આ સમયે જગતસીંહ જીવાભાઈ પ્રજાપતિને બીજા 1 લાખ રૂપિયા આપવા આવ્યા હતા ત્યારે તેમને જીવાભાઇને આ નવા 1 લાખના બદલે તેના વટાવ પેટે 10 હજાર મળી કુલ 25 હજાર કાપીને 75 હજાર રૂપિયા પીડિત જીવાભાઈ ને આપ્યા હતા.આમ જીવાભાઈએ વ્યાજખોર જગતસિંહ પાસેથી કુલ 2 લાખ રૂપિયા લીધા હતા.પીડિત જીવાભાઈએ જણાવ્યું કે અમે બે ત્રણ મહિનાનું ભેગુ વ્યાજ જગતસિંહને આપતા હતા
વ્યાજ તથા મૂડી મળી કુલ 2.65 લાખ આપ્યા હતા પીડિતે
જીવાભાઈએ જણાવ્યું કે મેં વ્યાજખોર જગતસિંહ પાસેથી તારીખ 20/6/19 થી 25/1/22 સુધીમા વ્યાજ તથા મૂડી મળી કુલ 2.65 લાખ આપ્યા હતા.આ સામે વ્યાજખોર જગતસિંહે જીવાભાઈની ડાયરીમાં રકમ પણ લખી આપેલ હતી ત્યારબાદ પીડીતે વ્યાજખોર પાસે હિસાબનું કહેતા જગતસિંહે જણાવ્યું કે તમે અત્યાર સુધી આપેલ બધી રકમ વ્યાજમાં ગયેલ છે.જગતસિંહે વધુ જણાવ્યું કે મારે હજુ વ્યાજ અને મૂડી બંને બાકી છે.વ્યાજખોરે પીડિત ને જણાવ્યું કે તમે મને સમયસર વ્યાજ અને મુડી આપેલ નથી.વ્યાજખોરે પીડિત ને કહ્યું કે તમારે હજી 6 લાખ 60 હજાર આપવાના બાકી નીકળે છે
પીડિતને મોબાઈલ ફોન દ્વારા અવારનવાર ધાક ધમકી આપતા હતા
વ્યાજખોર પીડિતને મોબાઈલ ફોન દ્વારા અવારનવાર ધાક ધમકી આપતા અને ઉઘરાણી કરતા હતા.છેલ્લે વ્યાજખોરે ધમકી આપી કે તમે રૂપિયા નહીં આપોતો હુ તમારો ચેક બેંકમાં નાખી દઈશ,ત્યારબાદ વ્યાજખોરે 22/3/22 ના રોજ બેંકમાં ચેક નાખેલ અને જીવાભાઇના બેંક ખાતામાં રકમ ના હોવાથી ચેક બાઉન્સ થયેલ જેનો કેશ હાલ ચાલુ છે.જીવાભાઈએ જણાવ્યું કે વ્યાજખોર જગતસિંહ પાસે નાણાં ધીરનારનું લાયસન્સ ન હોવા છતાં 2 લાખના બદલે 6 લાખ 60 હજાર બાકી નીકળે છે તેવી ધમકી આપીને પઠાણી ઉઘરાણી કરતા હતા,આમ પીડીતે વ્યાજખોર જગતસિંહ બારડ સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.દાંતા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.દાંતા પોલીસે આરોપી સામે 384 અને 506[1] કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.દાંતા પીએસઆઇ રમેશભાઈ કોટવાલ વધુ તપાસ ચલાવી રહ્યા છે .
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement