Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉપરાષ્ટ્રપતિએ વોચ ટાવરથી સન સેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા માણી

કચ્છની મુલાકાત દરમિયાન ભારતના  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી સુદેશ ધનખડએ કચ્છના વિશ્વવિખ્યાત રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ વોચ ટાવરથી સન સેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી.કચ્છના સફેદ રણમાં અસ્ત થતાં સૂર્યની સુવર્ણ ભાસતી આભામાં ઉપરાષ્ટ્રપતિએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ અને ભવà«
04:34 PM Feb 18, 2023 IST | Vipul Pandya
કચ્છની મુલાકાત દરમિયાન ભારતના  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી સુદેશ ધનખડએ કચ્છના વિશ્વવિખ્યાત રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ વોચ ટાવરથી સન સેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી.
કચ્છના સફેદ રણમાં અસ્ત થતાં સૂર્યની સુવર્ણ ભાસતી આભામાં ઉપરાષ્ટ્રપતિએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ અને ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા હોવાની લાગણી વ્યક્ત કરી કચ્છના રણમાં નિહાળેલ આ સૂર્યાસ્તને જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. વધુમાં તેઓએ ધોરડો ખાતે યોજાતા વિશ્વ વિખ્યાત રણોત્સવ એ વર્તમાનને સંસ્કૃતિ સાથે જોડતી હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન પાસેથી કચ્છના આ રણની કેવી રીતે કાયાપલટ થઈ, રણ પ્રદેશ કઈ રીતે સમગ્ર વિશ્વ ફલક પર પ્રવાસનના મહત્વના સ્થળ તરીકે પ્રસ્થાપિત થયું વગેરે જેવી ઉત્તરોત્તર થયેલ વિકાસની માહિતી મેળવી હતી.
આ સમગ્ર મુલાકાત દરમિયાન રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ઉપરાષ્ટ્રપતિના અંગત સચિવ સુજીત કુમાર, રાજ્યસભાના સેક્રેટરી રજીત પુનહાની, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, ટી.સી.જી.એલ.ના એમડી આલોક પાંડે, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડ, અબડાસા પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ સહિત મહાનુભાવો જોડાયા હતા.
આપણ  વાંચો - સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજળું, ઓલમ્પિકમાં ગોલ્ડ મેળવવા માટે આપણા ખેલાડીઓ રમતા થયાં છે : સાઈના નેહવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CamelSafariGujaratFirstJagdeepDhankhadKutchSunsetpointVicePresidentwhitedesert
Next Article