Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત અને રશિયાના સંબંધોને લઈને ફરી એક વખત અમેરિકાએ નિશાન સાધ્યું, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં વિશ્વના અનેક દેશો વચ્ચે તણાવ સર્જાઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ભારત રશિયાને મદદ કરી રહ્યું છે અને સપોર્ટ કરી રહ્યું છે જેના પગલે અમેરિકાને મરચા લાગી રહ્યા છે. ભારત પોતાના સંબંધ અને મિત્રતા નિભાવી રહ્યું છે. પરંતુ અમેરિકાને તે પસંદ નથી. ફરી એકવખત ભારતને લઈને અમેરિકાએ કહ્યું છે કે હવે ભારતે રશિયા પર નિર્ભર ન રહેવું જોઈએ. અમેરિકાના ટોચના અધિકાà
10:20 AM Apr 23, 2022 IST | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં વિશ્વના અનેક દેશો વચ્ચે તણાવ સર્જાઈ
રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ભારત રશિયાને મદદ કરી રહ્યું છે અને સપોર્ટ કરી
રહ્યું છે જેના પગલે અમેરિકાને મરચા લાગી રહ્યા છે. ભારત પોતાના સંબંધ અને મિત્રતા
નિભાવી રહ્યું છે. પરંતુ અમેરિકાને તે પસંદ નથી. ફરી એકવખત ભારતને લઈને અમેરિકાએ
કહ્યું છે કે હવે ભારતે રશિયા પર નિર્ભર ન રહેવું જોઈએ.
અમેરિકાના ટોચના અધિકારીઓએ ફરી એકવાર કહ્યું છે કે અમે ઇચ્છીએ છીએ
કે ભારત રશિયા પર નિર્ભર ન રહે. પેન્ટાગોનના પ્રેસ સચિવ જ્હોન કિર્બીએ મીડિયા
સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમે ભારત અને અન્ય દેશો સાથે ખૂબ જ સ્પષ્ટ
છીએ કે અમે તેમને સંરક્ષણ જરૂરિયાતો માટે રશિયા પર નિર્ભર જોવા માંગતા નથી. અમે
તેનો દિલથી વિરોધ કરીએ છીએ.

javascript:nicTemp();

કિર્બીએ વધુમાં
કહ્યું કે અમે ભારત સાથેની સંરક્ષણ ભાગીદારીને પણ મહત્ત્વ આપીએ છીએ. અમે આને આગળ
લઈ જવાની રીતો શોધી રહ્યા છીએ. ભારત આ ક્ષેત્રમાં સુરક્ષા પ્રદાતા છે અને અમે તેની
કદર કરીએ છીએ. તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયન હુમલા બાદ અમેરિકાના ઘણા
અધિકારીઓએ આવી ટિપ્પણી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના કાઉન્સેલર ડેરેક ચોલેટે
કહ્યું છે કે બાયડન વહીવટીતંત્ર ભારત સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે કારણ કે
તે તેની સંરક્ષણ ક્ષમતાઓ અને સંરક્ષણ સપ્લાયર્સમાં વિવિધતા લાવે છે. યુએસ ડેપ્યુટી
સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી શેરમેને કહ્યું છે કે
રશિયાના હથિયારો પર તેની પરંપરાગત નિર્ભરતાને ઘટાડવામાં મદદ કરવા
માટે યુએસ ભારત સાથે કામ કરશે. 
શર્મને કહ્યું છે
કે ભારત ચીનને લઈને ખૂબ જ ચિંતિત છે. ભારત સમજી રહ્યું છે કે તેમની સેના જે રશિયન
શસ્ત્રો પર બનાવવામાં આવી હતી તેનું હવે કદાચ આ રશિયન હથિયારો સાથે કોઈ ભવિષ્ય
નથી. અમે ભારત સાથે એક વિકસતી
, મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી લોકશાહી તરીકે તેમને સમર્થન આપવા માટે
કામ કરવા જઈ રહ્યા છીએ
,

સીતારમણે કહ્યું કે આ એક સમજ છે કે અમેરિકા સાથે
ભારતના સંબંધો ખરેખર આગળ વધ્યા છે. સબંધો વધુ ગાઢ થયા છે તે અંગે સવાલ નથી. જો તમે
એમ કહો કે અમે રશિયા સાથે માત્ર શસ્ત્રો ખરીદવા માટે જ સંબંધો જાળવીએ છીએ તો તે
યોગ્ય નથી. આપણે સમજવું પડશે કે દાયકાઓથી ભારત અને રશિયા વચ્ચેના સારા સંબંધોમાં
ઘણા મુદ્દા છે જેને આપણે વારસા તરીકે ગણી શકીએ. આપણે તેને સકારાત્મક રીતે લેવું
જોઈએ. આ કોઈ નકારાત્મક સમજણ નથી.

Tags :
AmericaGujaratFirstIndiarussia
Next Article