Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્વચ્છ અમૃત મહોત્સવને લઇ કેન્દ્રીયમંત્રીશ્રીએ ભારતીય સ્વચ્છતા લીગની કરી જાહેરાત

સ્વચ્છ ભારત મિશન-શહેરીના આઠ વર્ષની ઉજવણી કરવા માટે કેન્દ્રીયમંત્રીશ્રી હરદીપ સિંહ પુરીએ સત્તાવાર રીતે 'સ્વચ્છ અમૃત મહોત્સવ શરૂ કરવાની જાહેરાત કરી છે. જે 17મી સપ્ટેમ્બર 2022 સેવા દિવસથી  2 ઓક્ટોબર 2022 સુધી ચાલશે. આ મહોત્સવ કચરાથી મુક્ત શહેરો બનાવવાના વિઝન પ્રત્યે નાગરિકોની કામગીરી અને પ્રતિબદ્ધતાને ગતિશીલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.કેન્દ્રીયમંત્રીશ્રી હરદીપ સિંહ પુરીએ આ પખવા
02:08 PM Sep 09, 2022 IST | Vipul Pandya
સ્વચ્છ ભારત મિશન-શહેરીના આઠ વર્ષની ઉજવણી કરવા માટે કેન્દ્રીયમંત્રીશ્રી હરદીપ સિંહ પુરીએ સત્તાવાર રીતે 'સ્વચ્છ અમૃત મહોત્સવ શરૂ કરવાની જાહેરાત કરી છે. જે 17મી સપ્ટેમ્બર 2022 સેવા દિવસથી  2 ઓક્ટોબર 2022 સુધી ચાલશે. આ મહોત્સવ કચરાથી મુક્ત શહેરો બનાવવાના વિઝન પ્રત્યે નાગરિકોની કામગીરી અને પ્રતિબદ્ધતાને ગતિશીલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કેન્દ્રીયમંત્રીશ્રી હરદીપ સિંહ પુરીએ આ પખવાડિયા માટેનો સત્તાવાર લોગો જાહેર કર્યો છે જેનું નામ છે  સ્વચ્છ અમૃત મહોત્સવ એક ઔર કદમ સ્વચ્છતા કી ઓર  આ નિર્ણય  વિશ્વના સૌથી મોટા સ્વચ્છતા કાર્યક્રમમાં જન આંદોલનને વધુ તીવ્ર બનાવવા અને તેને પુનઃજીવિત કરવાના સંકલ્પને દર્શાવે છે.
સકારાત્મક પગલાં માટે યુવા ઊર્જાનો ઉપયોગ કરવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ, કેન્દ્રીય મંત્રીએ 17મી સપ્ટેમ્બરના રોજ શહેરોના યુવાનો વચ્ચે યોજાનારી આંતર-શહેર સ્પર્ધા, 'ભારતીય સ્વચ્છતા લીગ(ઇન્ડિયન સ્વચ્છતા લીગ – ISL)' શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના પ્રકારની આ પ્રથમ સ્પર્ધા છે. ISL ની પ્રથમ આવૃત્તિ માટે, સમગ્ર દેશમાંથી 1,850 થી વધુ શહેરની ટીમોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે સત્તાવાર રીતે નોંધણી કરાવી છે. દરેક ટીમ કચરા મુક્ત બીચ, ટેકરીઓ અને પ્રવાસન સ્થળો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની આગવી સ્વચ્છતા પહેલ દ્વારા આ લીગમાં સ્પર્ધા કરશે.
સહભાગી શહેરોની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોમાં ઓડિશા, આસામ, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, કેરળ, આંધ્રપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર છે. અમુક મોટા શહેરોની ટીમોમાં હેરિટેજ અમદાવાદ, મુંબઈ સમ્રાટ, દિલ્હી સ્વચ્છતા પ્રહરી અને NDMC વોરિયર્સ નમ્મા ચેન્નાઈ અદમ્ય બેંગલુરુ, અને હૈદરાબાદ સ્વચ્છ ચેમ્પિયન્સનો સમાવેશ થાય છે જેમણે લીગમાં પહેલેથી જ નોંધણી કરાવી છે. 60 લાખથી વધુ વસ્તી ધરાવતા 47 શહેરો અને 20 રાજ્યોની રાજધાની આ સ્પર્ધામાં સામેલ છે.
વિવિધ ભૌગોલિક વિસ્તારોના શહેરો અને દેશના પ્રતિષ્ઠિત પ્રવાસી સ્થળો , જેમ કે લેહ, કન્યાકુમારી, કોહિમા, દ્વારકા, કોણાર્ક, પોર્ટ બ્લેર, રામેશ્વરમ, ગયા, પોંતા સાહિબ, કર્તા, ઉજ્જૈન, નાસિક, વારાણસી, પહેલગામ વગેરેએ તેમની ટીમો રજીસ્ટર કરીને સ્પર્ધા માટે ટીમના કેપ્ટન નિયુક્ત કર્યા છે.
ત્યારબાદ આગળના પગલા તરીકે, નાગરિકોને 11મી સપ્ટેમ્બર 2022 થી સત્તાવાર MyGov પોર્ટલ પર તેમની સંબંધિત શહેરની ટીમમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવે છે. નાગરિક નોંધણી માટેની લિંક નીચે મુજબ છે: https://innovateindia.mygov.in/swachhyouthrally/. આ લિંક 17મી સપ્ટેમ્બર 2022 ના રોજ સાંજે 6 વાગ્યા સુધી લાઇવ રહેશે. આ પહેલે યુવા વર્ગમાં પહેલેથી જ ઘણો ઉત્સાહ અને રસ પેદા કર્યો છે. આ પખવાડિયા દરમિયાન વિવિધ અન્ય રસપ્રદ કાર્યક્રમો પણ યોજવામાં આવશે, જેમ કે સ્ટાર્ટ-અપ ચેલેન્જ ફોરમ, ટોયકેથોન-કચરામાંથી રમકડા બનાવવા, ટેક્નોલોજી પ્રદર્શન, સ્વચ્છ શહેર સંવાદ, વગેરે.  આખરે 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના રોજ સ્વચ્છ ભારત દિવસે તેનું સમાપન થશે. 
સ્વચ્છ અમૃત મહોત્સવ અને ભારતીય સ્વચ્છતા લીગ (ISL) પર અપડેટ્સ માટે, સ્વચ્છ ભારત મિશનની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા રહો.
Tags :
GujaratFirstHasannouncedIndianCleanlinessLeagueregardingSwachhAmritMohotsavUnionminister
Next Article