Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવૂડમાં સરોગસી દ્વારા માતા-પિતા બનવાનો ટ્રેન્ડ વધ્યો

માતાપિતા બનવું એ દરેક વ્યક્તિના જીવનની એક ખાસ તબક્કો છે. પેરન્ટ્સ બન્યાં પછી જાણે વ્યક્તિનું સમગ્ર જીવન બદલાઇ જાય છે. લોકોના જીવનના ધ્યેય પણ બદાલાઇ જાય છે. પોતાની છબી એક બાળકમાં જોવી એ દરેક લોકોનું સ્વપ્ન હોય છે. જો બોલિવૂડની વાત કરીએ તો પહેલાં એવું માનવામાં આવતું કે લગ્ન કર્યા બાદ હિરોઇનની કરિયર પર મોટી અસર પડે છે. પણ હાલમાં પરિસ્થિતિ બદલાઇ છે, ઘણા યંગ કપલ પ્રોફશનની સાથે પર્સનલ લà
બોલિવૂડમાં સરોગસી દ્વારા માતા પિતા બનવાનો ટ્રેન્ડ વધ્યો
માતાપિતા બનવું એ દરેક વ્યક્તિના જીવનની એક ખાસ તબક્કો છે. પેરન્ટ્સ બન્યાં પછી જાણે વ્યક્તિનું સમગ્ર જીવન બદલાઇ જાય છે. લોકોના જીવનના ધ્યેય પણ બદાલાઇ જાય છે. પોતાની છબી એક બાળકમાં જોવી એ દરેક લોકોનું સ્વપ્ન હોય છે. જો બોલિવૂડની વાત કરીએ તો પહેલાં એવું માનવામાં આવતું કે લગ્ન કર્યા બાદ હિરોઇનની કરિયર પર મોટી અસર પડે છે. પણ હાલમાં પરિસ્થિતિ બદલાઇ છે, ઘણા યંગ કપલ પ્રોફશનની સાથે પર્સનલ લાઇફ પણ સરળતાથી જીવી રહ્યાં છે. સાથે જ પાછલાં થોડા સમયથી બોલિવૂડમાં સરોગસી દ્વારા માતા-પિતા બનવું ટ્રેન્ડમાં છે.
 
બોલિવુડ સ્ટાર્સ માટે પરફેક્ટ મેરેજ લાઇફ પણ બની જરુરી
બોલિવૂડમાં છેલ્લાં 10 વર્ષમાં ઘણાં યંગ કપલના કરિયર સાથે સુખી દાંપત્ય જીવનના દાખલા પણ છે. સાથે જ આ યંગ કપલ પોતાની મેરેજ લાઇફની સાથે બાળકો માટે પણ વિચારી રહ્યાં છે. હાલમાં ઘણાં યંગ કપલ્સે માતા-પિતા બનવાની ખુશી જાહેર કરી છે. જેમાં ભારતી- હર્ષ હોય કે અનુષ્કા- વિરાટ હોય, દેબિના- ગુરમીત હોય કે  કરિના કપૂર - સૈફ અલી ખાનથી પ્રિયંકા-નિક સુધી તમામ સ્ટાર્સ પોતાના બાળકો માટે પણ એટલાં જ ચર્ચામાં રહ્યાં છે. જો કે ઘણાં બોલિવૂડ સ્ટાર્સ પેરન્ટસ બનવાની ખુશી મટે ન્યુ સાયન્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યાં છે. લાંબા સમયથી  બોલિવૂડમાં સરોગસી દ્વારા માતા-પિતા બનવું ટ્રેન્ડમાં છે. જેમાં સેરોગેસી દ્વારા શિલ્પા શેટ્ટી, એક બાળકીની માતા બની છે તો, શાહરૂખ ખાન, બે બાળકોનો પિતા બન્યો. સાથે જ પ્રિયંકા ચોપરા- નિક જોનાસ પણ સેરોગેસીથી એક બાળકીના પેરન્ટ બન્યાં છે. અ પરિણીત અને સિંગલ પેરેન્ટમાં કરણ જોહર, સુષ્મિતા સેન સહિત ઘણા સ્ટાર્સ સરોગસી દ્વારા માતા અને પિતા બનવાનો આનંદ શેર કરે છે. હાલના સમયમાં બોલિવૂડમાં આ સેલિબ્રિટીઓ ખૂબ જ સરળતાથી સરોગસી અપનાવી રહી છે.
શા માટે સ્ટાર્સ સેરોગેસી વધુ પસંદ કરે  છે? 
આજકાલ આ સ્ટાર્સ સરોગસીનો આ ટ્રેન્ડ કેમ અપનાવી રહ્યા છે?? તેનો કદાચ જવાબ એ હશે કે આ સ્ટાર્સ તેમની કારકિર્દી અને ફિગરના કારણે જ સરોગસી પસંદ કરી રહ્યા છે. ગાયનેકોલોજિસ્ટ બકુલ મહેતાનું કહેવું છે કે જે લોકો પ્રેગ્નન્સી માટે ફિટ નથી હોતા તેમના માટે સરોગસી ફાયદાકારક છે. ડૉ. બકુલ મહેતા કહે છે, "બૉલીવુડના કલાકારો એવી કરિયરમાં હોય છે જ્યાં સુંદર દેખાવું જરુરી બની જાય છે. પ્રેગ્નન્સી એક એવો સમય છે જેમાં પોસ્ટ પ્રેગનેન્સી અને પ્રેગનેન્સી દરમ્યાન એટલે કે પ્રેગનેન્સી ના 9 મહિના અને પછી ઘણો સમય સુધી ખાસ કરીને સ્ત્રીઓએ હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થાય છે. ઘણીવાર ગર્ભાવસ્થાના કારણે વજન વધે છે. આ સાથે સ્કીન કાળી પડવી, સ્ટ્રેચ્ માર્ક્સ જેવા ઘણા ફેરફારો પણ થાય છે. કેટલીકવાર તે આજીવન પણ  હોય છે.બોલીવુડ સ્ટાર્સ આવા ફેરફારોને સ્વીકારી શકતા નથી કારણ કે તેઓ હંમેશા સુંદર દેખાવા તેમજ ફીટ રહેવાનું વધુ પસંદ કરે છે.  ઉપરાંત ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછીની હેલ્થની પુનઃપ્રાપ્તિમાં એટલો સમય લાગે છે કે અભિનેતાઓને તેના માટે બ્રેક લેવો પડી શકે છે. તેથી તેઓ લાઇમ લાઇટમાં નથી રહી શકતાં. ઘણી વાર તેમને કામ પણ ગુમાવવાનો વારો આવે છે.  તેથી તેઓ પ્રેગ્નન્સી કરવાનું સ્વીકારી શકતા નથી.  હાલમાં બોલિવૂડ ખૂબ જ સ્પર્ધા છે જેમાં બ્રેક મળે તો કામ મેળવું પણ મુશ્કેલ બની જાય છે. તેથી જ આજકાલ બોલિવૂડ સેલિબ્રિટી સરોગસીથી પેરેન્ટ્સ બનવાનું વધુ પસંદ કરે છે." આ સિવાય ઘણાં એક્ટર્સ સિંગલ પેરેન્ટ્સ બનવાનું પણ સ્વીકારે છે.
ચાલો એક નજર કરીએ બોલિવૂડની એ હસ્તીઓ પર જેઓ સરોગસી દ્વારા માતા-પિતા બન્યા
પ્રિયંકા ચોપરા - તાજેતરમાં બોલિવૂડ અને ઈન્ટરનેશનલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે પણ સરોગસી અપનાવી છે. બંને હવે એક બાળકીના  માતા-પિતા બન્યા છે. તાજેતરમાં પ્રિયંકા અને નિકે આ ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી એક પોસ્ટ પણ શેર કરી છે.

પ્રીતિ ઝિન્ટા - બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ પણ 2021માં પોતાના ઈન્સ્ટાગ્રામ પર સરોગસી દ્વારા માતા બનવાનો આનંદ શેર કર્યો હતો. પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ સરોગસી દ્વારા બે બાળકોના માતા-પિતા બન્યા હતા. પ્રીતિએ 2016માં જેન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા.

શિલ્પા શેટ્ટી- તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી પણ સરોગસી દ્વારા માતા બની હતી. પોતાના પરિવારને પૂર્ણ કરવા માટે, શિલ્પાએ સરોગસી દ્વારા તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો. આ ખુશીને શેર કરતા શિલ્પાએ પણ પોસ્ટ મૂકી હતી. 

કરણ જોહર- ફિલ્મમેકર કરણ જોહર પણ સિંગલ ફાધર છે. 2017માં કરણ સરોગસીના સહારે બે બાળકોનો પિતા બન્યો હતો. આ બે બાળકો રૂહી અને યશ નામના જોડિયા છે.

એકતા કપૂર- જાણીતી ફિલ્મ નિર્માતા અને ટીવી ક્વીન એકતા કપૂરે પણ તેના એગ્સ ફ્રીઝ કર્યા હતા અને હાલમાં તે 43 વર્ષની થઈ ગઈ છે ત્યારે તેણે સરોગસી દ્વારા એક બાળકની સિંગલ મધર બનવાનું નક્કી કર્યું છે.

લિસા રે - એ જ રીતે, અભિનેત્રી લિસા રે અને તેના પતિએ સરોગસી પસંદ કરી અને જોડિયા બાળકોના માતાપિતા બન્યા. તેની જાહેરાત કરવામાં આવી હતી.


સની લિયોન - બોલિવૂડ એક્ટર સની લિયોન અને તેનો પતિ ડેનિયલ વેબર પણ સરોગસી દ્વારા બે બાળકોના માતા-પિતા બન્યા હતા. અગાઉ આ કપલે એક બાળકીને દત્તક પણ લીધી હતી.


તુષાર કપૂર - એકતા કપૂરના ભાઈ તુષાર કપૂરે પણ સરોગસી દ્વારા પિતા બનવાનું પસંદ કર્યું.. લગ્ન વિના તુષાર સરોગસી દ્વારા પિતા બન્યો.

શાહરૂખ ખાન - બોલિવૂડના બાદશાહ પણ આ સ્ટાર્સની જેમ સરોગસી દ્વારા પિતા બન્યા હતા. શાહરૂખ અને તેની પત્ની ગૌરીએ 2013માં આ જાહેરાત કરી હતી. આ બાળકનું નામ હતું અબરામ છે. જો કે, શાહરૂખ અને ગૌરીને આ પહેલા બે બાળકો પણ છે, જે છે આર્યન અને સુહાના.

આમિર ખાન - બોલિવૂડના પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ પણ સરોગસી દ્વારા એક છોકરાના માતાપિતા બન્યા હતા. તેમના પુત્ર આઝાદનો જન્મ 2011માં થયો હતો.
Advertisement
Tags :
Advertisement

.