સુરત જિલ્લાના એક માત્ર સ્વાતંત્ર્યસેનાની મહુવા તાલુકાના વહેવલ ગામના ૧૦૧ વર્ષીય મણિબહેન બાપુભાઈ પટેલનું દુ:ખદ નિધન
અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલનું ૧૦૧ વર્ષની જૈફ વયે દુ:ખદ નિધન થયું છે. ત્રણેક દિવસ પહેલા બાથરૂમમાં પડી જવાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવાર બાદ આજરોજ તેમનું દુખદ અવસાન થયું છે. તેમના પાર્થિવ દેહને
અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલનું ૧૦૧ વર્ષની જૈફ વયે દુ:ખદ નિધન થયું છે. ત્રણેક દિવસ પહેલા બાથરૂમમાં પડી જવાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવાર બાદ આજરોજ તેમનું દુખદ અવસાન થયું છે. તેમના પાર્થિવ દેહને અનાવલ ખાતે કાવેરી નદીના તટે સ્મશાનમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. જીવનના અંતિમ દિવસો સુધી તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ હતું.
સ્વ.મણિબહેન દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરતા હતા. તેઓ પોતાનું રોજિંદુ કામ પણ જાતે જ કરતા હતા. તા.૨૨/૨/૧૯૨૨ના રોજ જન્મેલા મણિબહેને સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપીને દેશસેવા સાથે નારીશક્તિનો પરિચય કરાવ્યો, તેમના સાદગીભર્યા આદર્શ જીવન, સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે આપેલ યોગદાનમાંથી આજની યુવા પેઢીએ ઘણુ શીખવા જેવું છે.
મહાત્મા ગાંધીજીએ 'કરેંગે યા મરેગે'નો નારો આપ્યો ત્યારે સમગ્ર દેશમાં અંગ્રેજો સામે લાખો સત્યાગ્રહીઓએ અદ્દભૂત દેશદાઝ અને જુસ્સા સાથે લડત ચલાવી. એ સમયે આદિવાસી સમાજના નારીરત્ન એવા મણિબહેન તથા તેમના પતિ બાપુભાઈએ સજોડે આઝાદીના આંદોલન અને અનેકવિધ અંગ્રેજ શાસનવિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.તેમણે ભૂતકાળની એક મુલાકાત દરમિયાન આઝાદીના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, ‘૧૯૪૨માં વિદેશી કાપડનું વેચાણ કરતા વેપારીઓની દુકાન સામે પિકેટીંગ કરવા જતા ઓલપાડ ખાતેથી મારી અને અમારા સમૂહની ચાર-પાંચ બહેનોની ધરપકડ કરવામાં આવી, ત્યારે મારી ઉમર ૨૦ વર્ષની હતી. કોર્ટ દ્વારા છ મહિનાની સજા કરવામાં આવી અને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા. ‘જેલ ભરો આંદોલન’ના કારણે જેલમાં કેદીઓનો ભરાવો થઈ જતા બે મહિના બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
મહુવા પંથકમાં એમણે ખાદી અને ગ્રામોદ્યોગની વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરી હતી. ૧૦૧ વર્ષની ઉંમરે પણ સરળ જીવન, સાત્વિક આહાર, ખાદીના વસ્ત્રોમાં સજ્જ એવા ગાંધી વિચારધારા પર જ જીવન જીવતા મણિબેન ધોડિયા યુવાવસ્થા જેવો જ તરવરાટ ધરાવતા હતા. આદિવાસી સમુદાયના સ્વાતંત્ર્ય સેનાની મણિબેનનું અવસાન થતાં મહુવા તાલુકામાં શોકની લાગણી પ્રસરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement