શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક પર લહેરાવાયો તિરંગો
ભારતના 76માં સ્વતંત્રતા દિવસના અવસરે, આજે સવારે જમ્મુ અને કાશ્મીરના લાલ ચોક ખાતેના ઐતિહાસિક ઘડિયાળ ટાવરની ઉપર ચાર મહિલા ઉપરાંત અન્ય લોકોએ ત્રિરંગો ફરકાવ્યો હતો. લોકો 'ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ લોકો દેશના વિવિધ ભાગોમાંથી ધ્વજ ફરકાવવા માટે શ્રીનગર આવ્યા હતા. સ્થાનિકો પણ તિરંગો લહેરાવતા અને વંદે માતરમ ગાતા જોવા મળ્યા હતા.એક વ્યક્તિએ પોતાનું આખું શરીર રાષ્ટ્àª
ભારતના 76માં સ્વતંત્રતા દિવસના અવસરે, આજે સવારે જમ્મુ અને કાશ્મીરના લાલ ચોક ખાતેના ઐતિહાસિક ઘડિયાળ ટાવરની ઉપર ચાર મહિલા ઉપરાંત અન્ય લોકોએ ત્રિરંગો ફરકાવ્યો હતો. લોકો 'ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળ્યા હતા.
આ લોકો દેશના વિવિધ ભાગોમાંથી ધ્વજ ફરકાવવા માટે શ્રીનગર આવ્યા હતા. સ્થાનિકો પણ તિરંગો લહેરાવતા અને વંદે માતરમ ગાતા જોવા મળ્યા હતા.
એક વ્યક્તિએ પોતાનું આખું શરીર રાષ્ટ્રધ્વજના રંગોથી રંગેલું હતું. લોકોએ લાલ ચોક ખાતે પ્રતિષ્ઠિત ક્લોક ટાવરની ટોચ પર તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો. ઘડિયાળ ટાવર પાસે તિરંગો ફરકાવવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી હતી. એક પછી એક જૂથ ધ્વજ લહેરાવતું જોવા મળ્યું. મહિલાઓ સહિત અન્ય એક જૂથ પણ લાલ ચોકની સામે ઝંડા સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
એક વ્યક્તિ અમદાવાદથી શ્રીનગરના ઘંટા ઘર ખાતે ભારતીય ધ્વજ લહેરાવવા અને સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી કરવા આવ્યો હતો. અન્ય એક વ્યક્તિ પંજાબથી આવ્યો હતો જ્યારે અન્ય એક વ્યક્તિ ઉત્તર પ્રદેશથી આવ્યો હતો. તેમણે વિવિધ સમુદાયો વચ્ચે શાંતિ અને એકતાની હાકલ કરી હતી.
ઉલ્લેખનિય છે કે લગભગ 30 વર્ષ પહેલા ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ પહેલીવાર 'લાલ ચોક' પર ઝંડો ફરકાવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં, જ્યારે ભારતે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવ્યો, ત્યારે સામાજિક કાર્યકર્તા સાજિદ યુસુફ શાહ અને સાહિલ બશીર ભટે ડઝનબંધ સમર્થકો સાથે ધ્વજવંદન સમારોહનું આયોજન કર્યું હતું.
Advertisement