Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોટીલા ખાતે રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કે.સી.સંપટ, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. આ સ્પર્ધામાં ૮૨ ભાઈઓ અને ૬૦ બહેનો એમ મળà
ચોટીલા ખાતે રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કે.સી.સંપટ, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. આ સ્પર્ધામાં ૮૨ ભાઈઓ અને ૬૦ બહેનો એમ મળી કુલ ૧૪૨ જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો. 
આ સ્પર્ધામાં અગાઉના તમામ રેકોર્ડો તોડી ભાઈઓમાં પંચાલ રોહિત પ્રકાશભાઈ 7.45મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે અને બહેનોમાં કઠેચીયા અસ્મિતાબેન રમેશભાઈ 8.57 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ કાર્યક્રમને સંબોધન કરતા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, માં ચામુંડા માતાજીના સાનિધ્યમાં સૌના સહયોગથી સ્પર્ધાના તૃતીય સંસ્કરણમાં પ્રવેશ કર્યો છે. 
સમગ્ર રાજયમાંથી બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવે છે. તે ગૌરવની વાત છે. રાજ્યભરમાં આ પ્રકારની સાહસિક રમતો પ્રત્યે રસરુચિ વધી રહ્યા છે, જે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી પૂરવાર થશે. વધુમાં તેમણે બાળકોને પોતાના જીવનમાં ધ્યેય નક્કી કરી પ્રગતિ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ યોજવા પાછળનો રાજ્ય સરકારનો મૂળભૂત ઉદેશ્ય જીવન ઘડતર કરવાનો છે.જેના થકી બાળકોમાં સાહસ, ખેલદિલી, મહેનત, સતત ઝઝૂમવાની વૃત્તિ, મક્કમ મનોબળ સહિત અતિ અગત્યના કહી શકાય તેવા ગુણો વિકસે છે, અને નવું શીખવાની તકો મળે છે. 
સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ સ્પર્ધકો ગિરનાર નેશનલ આરોહણ- અવરોહણ સ્પર્ધામાં વિજેતા થઈ પોતાનું નામ રોશન કરી જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ કલેકટરએ આપી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન અને ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર મેળવનારને રૂ.25000 દ્વિતિય નંબર મેળવનારને રૂ.20,000 તૃતીય નંબર મેળવનારને રૂ.15,000 એમ કુલ 10 નંબર સુધીના વિજેતાઓને કુલ રૂ.2.34 લાખના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. 
સમગ્ર સ્પર્ધાનું સુપરવિઝન સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નાથાભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ કુકડીયા, ચોટીલા મહંત ગીરીબાપુ, જિલ્લા રમત ગમત અધિકારી રોહિતસિંહ પરમાર, ચોટીલા મામલતદાર અરુણ શર્મા, ચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.ડી.દેવથરા સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સ્પર્ધાનું સચોટ પરિણામ મળી રહે તે માટે સમગ્ર સ્પર્ધાનું સુપરવિઝન સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર સ્પર્ધાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને રેડિયો ફિક્વન્સી ધરાવતી ચીપથી સ્પર્ધાનું પરિણામ તૈયાર કરાયું હતું. આ ઊપરાંત જૂનાગઢથી સ્પર્ધાના જાણકાર ઇન્સ્ટ્રકટરોની એક ટીમની પણ સેવા લેવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ જુનિયર ભાઈઓ-બહેનો માટે આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી, જેને ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.