Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુપ્રીમે નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો, 58 અરજદારોએ આ નિર્ણય વિરુદ્ધ કરી હતી અરજી

નોટબંધીનો નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય તેના પર સુપ્રીમ કોર્ટની 5 જજોની બેંચે આજે નિર્ણય સંભળાવ્યો. બેંચે કહ્યું કે સરકારે નોટબંધી કરી તે પગલું યોગ્ય હતું. 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય સામે 58 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને પૂછ્યું હતું કે કયા કાયદા હેઠળ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કàª
સુપ્રીમે નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો  58 અરજદારોએ આ નિર્ણય વિરુદ્ધ કરી હતી અરજી
નોટબંધીનો નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય તેના પર સુપ્રીમ કોર્ટની 5 જજોની બેંચે આજે નિર્ણય સંભળાવ્યો. બેંચે કહ્યું કે સરકારે નોટબંધી કરી તે પગલું યોગ્ય હતું. 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય સામે 58 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને પૂછ્યું હતું કે કયા કાયદા હેઠળ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી છે? હાલમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.
કોર્ટે RBI પાસે જવાબ માંગ્યો હતો
કોર્ટે આ મામલે સરકાર અને આરબીઆઈ પાસેથી જવાબ મંગાવ્યો હતો. કેન્દ્ર સરકારે ગયા વર્ષે 9 નવેમ્બરે દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે 500 અને 1000ની નોટોની સંખ્યામાં ઘણો વધારો થયો હતો. તેથી જ ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી આરબીઆઈ સાથે ચર્ચા કર્યા બાદ 8 નવેમ્બરે આ નોટોને ડિમોનિટાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અરજીમાં શું દલીલ કરાઇ હતી ? 
આ મામલામાં જે અરજદારો દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમની દલીલ હતી કે  ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ 26(2) સરકારને ચોક્કસ મૂલ્યની ચલણી નોટોને સંપૂર્ણપણે રદ કરવા માટે અધિકૃત કરતી નથી. કલમ 26(2) કેન્દ્રને ચોક્કસ શ્રેણીની ચલણી નોટો રદ કરવાની સત્તા આપે છે અને સમગ્ર ચલણી નોટોને નહીં.
કેન્દ્રએ નોટબંધી પાછળ કયો તર્ક આપ્યો ?
નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવતા કેન્દ્રએ કહ્યું કે તે નકલી કરંસી, આતંકવાદી ભંડોળ, કાળું નાણું અને કરચોરી જેવી સમસ્યાઓનો સામનો કરવાની યોજનાનો ભાગ અને અસરકારક માર્ગ છે. આર્થિક નીતિઓમાં ફેરફાર સંબંધિત શ્રેણીમાં આ સૌથી મોટું પગલું હતું. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર જ લેવામાં આવ્યો હતો.
નોટબંધીના નિર્ણયને કઇ રીતે યોગ્ય ગણાવ્યો ?
 કેન્દ્રએ નોટબંધીના નિર્ણયના ફાયદા પણ ગણા્વ્યા, નોટબંધીથી નકલી નોટોમાં ઘટાડો, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો, બિનહિસાબી આવકની તપાસ જેવા ઘણા ફાયદા થયા છે. માત્ર ઓક્ટોબર 2022માં જ 730 કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા, એટલે કે એક મહિનામાં 12 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. જે 2016માં 1.09 લાખ ટ્રાન્ઝેક્શન હતા એટલે કે લગભગ રૂ. 6,952 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.