સુપ્રીમ કોર્ટે ઠગ સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી,અન્ય જેલમાં ટ્રાન્સફરની કરી હતી વિનંતી
દેશના હાઈપ્રોફાઈલ લોકોને છેતરવાના આરોપી સુકેશ ચંદ્રશેખરને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુકેશ ચંદ્રશેખરની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે દિલ્હીની મંડોલી જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના પૌલોજને દિલ્હીની તિહાર જેલમાંથી દિલ્હીની મંડોલી જેલમાં શિફà«
દેશના હાઈપ્રોફાઈલ લોકોને છેતરવાના આરોપી સુકેશ ચંદ્રશેખરને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સુકેશ ચંદ્રશેખરની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે દિલ્હીની મંડોલી જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના પૌલોજને દિલ્હીની તિહાર જેલમાંથી દિલ્હીની મંડોલી જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે સુકેશે તિહારમાં તેના જીવને જોખમ હોવાની દલીલ કરી હતી..પરંતુ હવે ફરી એકવાર સુકેશે મંડોલી જેલમાંથી બીજી જેલમાં જવાની અરજી કરી હતી પરંતુ આ વખતે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી..
કોણ છે સુકેશ ચંદ્રશેખર?
200 કરોડથી વધુના મની લોન્ડરિંગ કેસમાં તેની કથિત સંડોવણી અને અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ સાથેના તેના સંબંધોને કારણે સુકેશ (sukesh) ચંદ્રશેખર ઇન્ટરનેટ પર એક ટ્રેન્ડિંગ નામ છે. EDએ આ કેસના સંબંધમાં બંને બોલિવૂડ સેલેબ્સને ઘણી વખત સમન્સ પાઠવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સુકેશ ચંદ્રશેખર કર્ણાટકના બેંગ્લોરનો રહેવાસી છે. તેની સામે 15 એફઆઈઆર નોંધાયેલી છે. સુકેશ પર બેંગ્લોર અને ચેન્નાઈમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવાનો આરોપ છે..એટલું જ નહીં સુકેશ ઉદ્યોગપતિઓને લોન આપવાનું વચન આપતો હતો અને કોઈપણ કાયદાકીય મામલાનો ઉકેલ લાવવાનો દાવો કરતો હતો..પોલીસે તેની 2019માં ધરપકડ કરી હતી.
Advertisement