Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સરકારના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે, ગોધરા ટ્રેન કાંડના દોષિતના જામીન કર્યા મંજૂર

27 ફેબ્રુઆરી 2002ના રોજ પંચમહાલના ગોધરા (GODHRA)સ્ટેશન પર હિંસક ટોળાંએ કરેલા હુમલામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના (Sabarmati Express Train)S-6 ડબ્બામાં આગ લગાવી દેવાઇ હતી. જેમાં અનેકના મોત નિપજ્યાં હતા. જેમાં મોટા ભાગના કારસેવક હતા કે જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યાં હતા. ત્યારે આ કેસમાં દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. આ કેસમાં છેલ્લા 17 વર્ષથી જેલમાં રહેતા ફારૂકને સુપ્રીમ કોર્ટે જામી
12:05 PM Dec 15, 2022 IST | Vipul Pandya
27 ફેબ્રુઆરી 2002ના રોજ પંચમહાલના ગોધરા (GODHRA)સ્ટેશન પર હિંસક ટોળાંએ કરેલા હુમલામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના (Sabarmati Express Train)S-6 ડબ્બામાં આગ લગાવી દેવાઇ હતી. જેમાં અનેકના મોત નિપજ્યાં હતા. જેમાં મોટા ભાગના કારસેવક હતા કે જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યાં હતા. ત્યારે આ કેસમાં દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. આ કેસમાં છેલ્લા 17 વર્ષથી જેલમાં રહેતા ફારૂકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક 2004થી જેલમાં છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. આથી તેને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવે છે.
ક્રિસમસની રજાઓ બાદ બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરાશે
ગુજરાત સરકારના ભારે વિરોધ બાદ પણ સુપ્રીમ કોર્ટે ફારુકને જામીન આપ્યા. ફારુકને સળગતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ફારુકે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો આથી લોકો સળગતી ટ્રેનમાંથી નીચે ન ઉતરી શકે અને તેઓ મૃત્યુ પામે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ ક્રિસમસની રજાઓ બાદ જાન્યુઆરીમાં બાકી બચેલા કેસમાં બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરશે.
2002માં સાબરમતી એક્સપ્રેસમાં ગોધરા ખાતે કરાઇ હતી આગચંપી
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાં દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગચંપી કરી દેવાઇ હતી. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોના મોત થયા હતા. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં 2002માં ભારે રમખાણો થયા હતા.

કયા કેસમાં ફારૂક દોષિત છે?
દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફારુકની જામીન અરજીનો વિરોધ કરતા ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેની પર માત્ર પથ્થરબાજીનો જ આરોપ નથી, પરંતુ તે એક જધન્ય ગુનો હતો. કારણ કે આ ઘટના દરમ્યાન લોકોને પથ્થરમારો કરીને સળગતી ટ્રેનમાંથી બહાર ન હોતા નીકળવા દેવાયા.
આ પણ  વાંચો-  શ્રદ્ધા મર્ડર કેસમાં સૌથી મોટા સમાચાર, CFSL રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
2002GodhraKandGodhraGodhraCase2002GodhraKandGodhraTrainBurningGujaratFirst
Next Article