Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદ્યાર્થીએ પેપરમાં લખ્યું- 'મારી સગાઈ થઈ છે એટલે મેં વાંચ્યું નથી, સાહેબ મને પાસ કરી દેજો',

ઘણીવાર પરીક્ષામાં ન આવડતુ હોય ત્યારે વિદ્યાર્થીઓ કઇંક એવું લખીને આવતા હોય છે કે ચકાસણી કરતા પ્રોફેસર જોઇને ચોંકી જાય છે. કઇંક આવું જ તાજેતરમાં બન્યું હતું. જીહા, આવો જ એક કિસ્સો ગુજરાત યુનિવર્સિટીના B.COMના વિદ્યાર્થીની જવાબવહીની ચકાસણી દરમિયાન જોવા મળ્યો હતો.B.COMના આ વિદ્યાર્થીએ જવાબવહીમાં જે લખ્યું તે જ્યારે ચકાસમણી કરતા પ્રોફેસરે જોયું તો તે એક સમય માટે સ્તંબ્ધ થઇ ગયા હતા. ઉત્તàª
07:04 AM Apr 20, 2022 IST | Vipul Pandya
ઘણીવાર પરીક્ષામાં ન આવડતુ હોય ત્યારે વિદ્યાર્થીઓ કઇંક એવું લખીને આવતા હોય છે કે ચકાસણી કરતા પ્રોફેસર જોઇને ચોંકી જાય છે. કઇંક આવું જ તાજેતરમાં બન્યું હતું. જીહા, આવો જ એક કિસ્સો ગુજરાત યુનિવર્સિટીના B.COMના વિદ્યાર્થીની જવાબવહીની ચકાસણી દરમિયાન જોવા મળ્યો હતો.
B.COMના આ વિદ્યાર્થીએ જવાબવહીમાં જે લખ્યું તે જ્યારે ચકાસમણી કરતા પ્રોફેસરે જોયું તો તે એક સમય માટે સ્તંબ્ધ થઇ ગયા હતા. ઉત્તરવહીની ચકાસણી કરતા પ્રોફેસર સમક્ષ આ વિદ્યાર્થીએ એવી માગ કરી કે, 'મારી સગાઈ થઈ છે મેં વાંચ્યું નથી સાહેબ મને પાસ કરજો', મને માફ કરજો સાહેબ અને મને પાસ કરજોની વિનંતી. જોકે, વિદ્યાર્થીની આવી હરકતથી પ્રોફેસર પહેલા તો સ્તંબ્ધ થઇ ગયા પરંતુ બાદમાં તેઓ પણ હસવા લાગ્યા હતા. સૌથી આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાત તો એ છે કે, પરીક્ષાર્થીએ આ લખાણના અંતે પોતાનું સરનામું પણ લખ્યું છે અને તેનો સંપર્ક કરવા વિનંતી કરી છે. લખાણમાં અંતે કોન્ટેક્ટ કરજો ફ્રોમ વસ્ત્રાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના પેપરની તપાસની કામગીરી શરૂ થઇ છે.  
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માસ કોપી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 229 વિદ્યાર્થીઓના પેપરમાં એકસરખા જવાબ લખેલા જોવા મળ્યા છે. જેમાં કેમેસ્ટ્રીના પેપરમાં 200 વિદ્યાર્થીઓના જવાબ એકસરખા છે તો મેથ્સના પેપરમાં 29 વિદ્યાર્થીઓના જવાબ એકસરખા જોવા મળ્યાં છે. વળી બે વર્ષ અગાઉ યુનિવર્સિટીની પરીક્ષાની ઉત્તરવહીમાં વિદ્યાર્થીએ અધ્યાપકને પાસ કરવાની ધમકી આપતા ખરાબ ગાળો લખી હતી. જેમા તેણે લખ્યું હતું કે, ‘મને પાસ કરી દેજો, નહીં તો તમારી છોકરીને ઉપાડીને લઇ જઈશ.’
Tags :
B.COMB.COMStudentExamGujaratGujaratFirstGujaratUniversitystrangedemand
Next Article