Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ગજોધર ભૈયા' ઉપનામ પાછળની સ્ટોરી.. માત્ર 50 રૂપિયામાંથી કેવી રીતે પહોંચ્યા 10 લાખ સુધી?

50 રૂપિયાથી કારકિર્દીની શરૂઆત કરીરાજુ શ્રીવાસ્તવે (Raju Shrivastav) પોતાના કરિયરમાં સ્ટેજ શોથી લઈને ફિલ્મો સુધી કામ કર્યું. શરૂઆતના દિવસોમાં રાજુ શ્રીવાસ્તવને એક સ્ટેજ શો માટે 50 રૂપિયા મળતા.સફળતા મળ્યા પછી, તેમણે એક શો માટે જ 5-10 લાખ રૂપિયા લેવાનું શરૂ કર્યું. કોમેડિયન રાજુ લગભગ 15 થી 20 કરોડની સંપત્તિના માલિક હતા.જે સંપત્તિ હવે રાજુ તેમના પરિવાર માટે છોડી ચાલ્યા ગયા.હવે આવો આપને જણાવીએ 'ગજોધàª
 ગજોધર ભૈયા  ઉપનામ પાછળની સ્ટોરી   માત્ર 50 રૂપિયામાંથી કેવી રીતે પહોંચ્યા 10 લાખ સુધી
50 રૂપિયાથી કારકિર્દીની શરૂઆત કરી
  • રાજુ શ્રીવાસ્તવે (Raju Shrivastav) પોતાના કરિયરમાં સ્ટેજ શોથી લઈને ફિલ્મો સુધી કામ કર્યું. 
  • શરૂઆતના દિવસોમાં રાજુ શ્રીવાસ્તવને એક સ્ટેજ શો માટે 50 રૂપિયા મળતા.
  • સફળતા મળ્યા પછી, તેમણે એક શો માટે જ 5-10 લાખ રૂપિયા લેવાનું શરૂ કર્યું. 
  • કોમેડિયન રાજુ લગભગ 15 થી 20 કરોડની સંપત્તિના માલિક હતા.
  • જે સંપત્તિ હવે રાજુ તેમના પરિવાર માટે છોડી ચાલ્યા ગયા.
હવે આવો આપને જણાવીએ 'ગજોધર ભૈયા' ઉપનામ પાછળની સ્ટોરી: (Gajodhar Bhaiya)
Advertisement

  • પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને ગજોધર ભૈયાના પાત્રથી ઘણી ઓળખ મળી.
  • તેમણે ટીવી કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'માં આ પાત્ર દ્વારા સફળતાની પ્રથમ સીડી ચઢી. 
  • સૌથી રસપ્રદ વાત એ કે ગજોધર ભૈયા કોઈ કાલ્પનિક પાત્ર નથી. પરંતુ ગજોધર ભૈયા વાસ્તવિકતામાં હતા. 
  • રાજુનું મોસાળ બેહટા સશનામાં હતું. ત્યાં એક વૃદ્ધ ગજોધર રહેતા હતા.
  • તે વૃદ્ધ વચ્ચે અટકતા-અટકતા બોલતાં.
  • તેમનું જ પાત્ર રાજુએ અપનાવ્યું અને લોકોને પણ તે પાત્ર ખૂબ જ પસંદ આવતું.
ખોવાયેલ જેકેટ 2 વર્ષ બાદ મળી આવ્યું હતું
  • રાજુ શ્રીવાસ્તવ પોતાના શો માટે અલગ-અલગ જગ્યાએ જતા રહેતા. 
  • તેમણે પોતે એક વાત શેર કરી હતી કે- તે એક વખત જયપુરમાં પરફોર્મ કરવા ગયા હતા, જ્યાં તેમણે બેકસ્ટેજ પર પોતાનું જેકેટ ઉતાર્યું હતું. પરંતુ બાદમાં તેમને ત્યાં તે જેકેટ ન મળ્યું. 
  • 2 વર્ષ પછી, જ્યારે રાજુ ફરીથી જયપુર ગયા, ત્યારે એક વ્યક્તિએ હાથ ઊંચો કરીને પૂછ્યું કે શું તે મને ઓળખે છે. જેનો રાજુએ 'ના'માં જવાબ આપ્યો.
  • ત્યારે વ્યક્તિએ કહ્યું કે તમારું જે જેકેટ ગાયબ છે, તે આ મેં પહેર્યું છે.. તે મારા માટે ખૂબ જ કિંમતી છે. તેથી હું તેને મારી સાથે લઈ ગયો. 
  • આ અંગે રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે જયપુરના ચાહકો જો કોઈના વખાણ કરે છે તો તે વાસ્તવિક કલાકાર છે.
Advertisement
Tags :
Advertisement

.