Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સે વટાવી 52,800ની સપાટી

ગઇકાલની જેમ આજે પણ શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બજારની શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને 52800ની સપાટી વટાવી ગયો છે. સેન્સેક્સ 536.99 પોઈન્ટ એટલે કે 1.03 ટકાના વધારા સાથે 52,802.71ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 158.90 પોઈન્ટ એટલેકે  1.02 ટકાના ઉછાળા સાથે 15,715.55 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.આજે નિફ્ટીના 50માંથી 50 શેરો વધારા સાથે લીલા નિશાનમાં ટ્
શેર બજારમાં તેજીનો માહોલ  સેન્સેક્સે વટાવી 52 800ની સપાટી

ગઇકાલની જેમ આજે પણ શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બજારની શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને 52800ની સપાટી વટાવી ગયો છે. સેન્સેક્સ 536.99 પોઈન્ટ એટલે કે 1.03 ટકાના વધારા સાથે 52,802.71ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 158.90 પોઈન્ટ એટલેકે  1.02 ટકાના ઉછાળા સાથે 15,715.55 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.

Advertisement

આજે નિફ્ટીના 50માંથી 50 શેરો વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં લગભગ 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.50 ટકા વધીને 33633ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આઈટી શેરોને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે.  મેટલ શેર 1.66 ટકા અને ખાનગી બેન્કના શેર 1.65 ટકા ઉપર છે. મીડિયા શેરોમાં 1.6 ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. બેન્કો અને એફએમસીજીમાં 1.46 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. 
આજના વધતા શેરોની વાત કરીએ તો નિફ્ટીના તમામ 50 શેર મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યા છે.  HUL 2.73 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝમાં 2.68 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આઇશર મોટર્સ 2.19 ટકા અને હીરો મોટોકોર્પ 2.09 ટકાની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
Tags :
Advertisement

.