Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ 1564 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

સોમવારના મોટા ઘટાડા બાદ બીજા જ દિવસે ભારતીય શેરબજાર ખૂલતાજ રોકાણકારોની ભારે ખરીદીને કારણે મંગળવાર બજાર માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થયો છે. સેન્સેક્સ ફરી 59,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1535 પોઈન્ટ વધીને 59,507 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 438 પોઈન્ટના ઉછાળા સાથે 17,7457 પોઈન્ટ પર બંધ થયો હતો. બુધવારે ગણેશ ચતુર્થીની રજાના કારણે શà
શેરબજારમાં તેજી જોવા મળી  સેન્સેક્સ 1564 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
Advertisement
સોમવારના મોટા ઘટાડા બાદ બીજા જ દિવસે ભારતીય શેરબજાર ખૂલતાજ રોકાણકારોની ભારે ખરીદીને કારણે મંગળવાર બજાર માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થયો છે. સેન્સેક્સ ફરી 59,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1535 પોઈન્ટ વધીને 59,507 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 438 પોઈન્ટના ઉછાળા સાથે 17,7457 પોઈન્ટ પર બંધ થયો હતો. બુધવારે ગણેશ ચતુર્થીની રજાના કારણે શેરબજાર બંધ રહેશે.
સેક્ટરની સ્થિતિ
બજારમાં તેજીનું વલણ એ હતું કે તમામ સેક્ટરના ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરોમાં ખરીદારી રહી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના તમામ 50 શેરો લીલા નિશાન સાથે બંધ થયા છે. તો સેન્સેક્સના તમામ 30 શેરો પણ લીલા નિશાનમાં બંધ થયા છે.
Tags :
Advertisement

.

×