Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજી, સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઉછાળો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. ગુરુવારે અમેરિકી બજારની શાનદાર તેજી બાદ આજે ભારતીય શેરબજારો જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. શુક્રવારે સારા સેન્ટિમેન્ટના આધારે શેરબજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.આજે શેરબજારમાં ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 427.49 પોઈન્ટ 0.77 ટકાના વધારા સાથે 56,245.60 પર ખુલ્યો àª
શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજી  સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઉછાળો
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. ગુરુવારે અમેરિકી બજારની શાનદાર તેજી બાદ આજે ભારતીય શેરબજારો જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. શુક્રવારે સારા સેન્ટિમેન્ટના આધારે શેરબજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.
આજે શેરબજારમાં ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 427.49 પોઈન્ટ 0.77 ટકાના વધારા સાથે 56,245.60 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી 133.65 પોઈન્ટ 0.80 ટકાના વધારા બાદ 16,761.65 પર ખુલવામાં સફળ રહ્યો છે. પ્રથમ 10 મિનિટમાં સેન્સેક્સ લગભગ 1 ટકા અથવા 536.21 પોઇન્ટના વધારા સાથે 56,354.32 પર ટ્રેડ કરી રહ્યો હતો, બીજી તરફ, નિફ્ટી 0.87 ટકા અથવા 144.70 પોઈન્ટના વધારા સાથે 16,772 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આજે, નિફ્ટી ઇન્ડેક્સમાં મેટલ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ શેરોમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, IT શેરોની જબરદસ્ત તેજીએ બજારને ઉંચક્યું છે. આઈટી શેરોમાં ઓલરાઉન્ડ ખરીદીને કારણે 2.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેલ અને ગેસના શેરમાં 0.8 ટકાનો વધારો થયો છે. PSU બેન્ક અને રિયલ્ટીના શેરમાં 0.53 ટકાનો વધારો ચાલુ રહ્યો હતો.
આજે ટોચના નિફ્ટી શેરોમાં વિપ્રો 2.68 ટકા, ટેક મહિન્દ્રા 2.37 ટકા, ઇન્ફોસિસ 2.19 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. HCL ટેક 2.16 ટકા અને બજાજ ફિનસર્વ 1.92 ટકાનો ઉછાળો નોંધાવી રહી છે. બીજી તરફ શ્રી સિમેન્ટમાં 1.87 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એપોલો હોસ્પિટલ 1.10 ટકા અને NTPC લગભગ 1 ટકા નીચે છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ 0.81 ટકા લપસી ગયો.
Advertisement
Tags :
Advertisement

.