ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજાર ફરી એકવાર ઘટાડા સાથે ખુલ્યું

શેર બજાર આજે અઠવાડિયાના ચોથા દિવસે પણ ઘટાડા સાથે ખુલ્યું છે. બજારના બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા છે. સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 350 પોઈન્ટના ઘટાડા સાથે 54,514 પર ખુલ્યો અને નિફ્ટી (NSE નિફ્ટી) 92 પોઈન્ટના ઘટાડા સાથે 16,263ના સ્તરે ખુલ્યો. વળી આજે ડોલર સામે રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 2 પૈસાની નબળાઈ સાથે 77.75 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યાં બુધવારે ડોલર સામે રૂપિયો 2 પૈસાની નબળાઈ
05:11 AM Jun 09, 2022 IST | Vipul Pandya
શેર બજાર આજે અઠવાડિયાના ચોથા દિવસે પણ ઘટાડા સાથે ખુલ્યું છે. બજારના બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા છે. સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 350 પોઈન્ટના ઘટાડા સાથે 54,514 પર ખુલ્યો અને નિફ્ટી (NSE નિફ્ટી) 92 પોઈન્ટના ઘટાડા સાથે 16,263ના સ્તરે ખુલ્યો. 
વળી આજે ડોલર સામે રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 2 પૈસાની નબળાઈ સાથે 77.75 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યાં બુધવારે ડોલર સામે રૂપિયો 2 પૈસાની નબળાઈ સાથે 77.73 રૂપિયા પર બંધ થયો હતો. આ પહેલા બુધવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં આરબીઆઈના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 215 પોઈન્ટ ઘટીને 54,892 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 60 પોઈન્ટ ઘટીને 16,356 પર બંધ થયો હતો. અગાઉ સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 568 પોઈન્ટ ઘટીને 55,107 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 153 પોઈન્ટ ઘટીને 16,416 પર બંધ થયો હતો.
આજે, BSEમાં કુલ 1,834 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું હતું, જેમાંથી લગભગ 725 શૅર ખૂલ્યા હતા અને 1,025 ઘટાડાની સાથે ખૂલ્યા હતા. વળી, 84 કંપનીઓના શેરના ભાવ વધ્યા કે ઘટ્યા વગર ખુલ્યા હતા. આ સિવાય આજે 34 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 28 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ સવારથી 75 શેરમાં અપર સર્કિટ અને 45 શેરમાં લોઅર સર્કિટ છે.
આ પણ વાંચો - RBI દ્વારા રેપો રેટમાં 0.5 ટકાનો વધારો, જાણો તમને શું અસર થશે
Tags :
BSEGujaratFirstmarketingNiftySensexShareBazarShareMarketStockExchangeTrading
Next Article