Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉથલ પાથલ બાદ શેર બજાર નજીવા કડાકા સાથે બંધ

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ઉતાર ચઢાવ ભર્યો રહ્યો છે. ગુરુવારે સવારે ખુબ જ તેજી સાથે બજાર ખુલ્યા પછી, દિવસના કારોબાર દરમિયાન, ભારતીય બજારોમાં ફરીથી મોટો ઘટાડો જોવા મળ્યો પરંતુ બજાર બંધ થાય તે પહેલા બજાર ફરી ખરીદીમાં પાછું ફર્યું અને મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ લગભગ 52 પોઈન્ટ ઘટીને 58,298 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી માત્ર 6 પોઈન્ટના ઘટાડા સાથે 17,382 પોઈન્ટ àª
ઉથલ પાથલ બાદ શેર બજાર નજીવા કડાકા સાથે બંધ
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ઉતાર ચઢાવ ભર્યો રહ્યો છે. ગુરુવારે સવારે ખુબ જ તેજી સાથે બજાર ખુલ્યા પછી, દિવસના કારોબાર દરમિયાન, ભારતીય બજારોમાં ફરીથી મોટો ઘટાડો જોવા મળ્યો પરંતુ બજાર બંધ થાય તે પહેલા બજાર ફરી ખરીદીમાં પાછું ફર્યું અને મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ લગભગ 52 પોઈન્ટ ઘટીને 58,298 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી માત્ર 6 પોઈન્ટના ઘટાડા સાથે 17,382 પોઈન્ટ પર બંધ થયો હતો.
વહેલી સવારે ભારતીય બજાર જોરદાર ગતિ સાથે ખુલ્યું હતું. પરંતુ દિવસના ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રોફિટ-બુકિંગના રિટર્નને કારણે બજાર લીલા નિશાનથી લાલ નિશાનમાં ફેરવાઈ ગયું હતું. એક સમયે સેન્સેક્સ દિવસના સર્વોચ્ચ સ્તરથી 1135 પોઈન્ટ તૂટ્યો હતો.નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી તેની ઊંચી સપાટીથી 330 પોઈન્ટ નીચે આવી ગયો હતો. પરંતુ બજારમાં ખરીદી ફરી પાછી ફરી અને બજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું. હાલમાં નિફ્ટી 136 પોઈન્ટના ઘટાડા સાથે 17,260 પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે નીચલા સ્તરેથી બજારમાં થોડી રિકવરી જોવા મળી છે.
આઈટી, ફાર્મા, ઓટો, એફએમસીજી, મેટલ્સ જેવા સેક્ટરમાં માર્કેટમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર લાલ નિશાનમાં અને 31 શેર લીલા નિશાનમાં બંધ થયા છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેર લીલા નિશાનમાં અને 14 લાલ નિશાનમાં બંધ થયા છે.
Advertisement
Tags :
Advertisement

.