Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેર બજાર નજીવા ઘટાડા સાથે બંધ

શેરબજારમાં દિવસભરના ઉતાર-ચઢાવ બાદ આજે ક્લોઝિંગ નજીવા ઘટાડા પર થયું છે. આજના કારોબાર પછી સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. આજના કારોબારમાં પ્રાઈવેટ બેંકિંગ અને PSU બેંક સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.મંગળવારે ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 20.86 પોઈન્ટ્સ અથવા 0.04 ટકાના મામૂલી ઘટાડા સાથે 58,136.36 પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 5.40 પોઈન્ટ અથવા 0.03 ટકાના મામૂલી ઘટાડા સાથે 1
શેર બજાર નજીવા ઘટાડા સાથે બંધ
શેરબજારમાં દિવસભરના ઉતાર-ચઢાવ બાદ આજે ક્લોઝિંગ નજીવા ઘટાડા પર થયું છે. આજના કારોબાર પછી સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. આજના કારોબારમાં પ્રાઈવેટ બેંકિંગ અને PSU બેંક સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.
મંગળવારે ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 20.86 પોઈન્ટ્સ અથવા 0.04 ટકાના મામૂલી ઘટાડા સાથે 58,136.36 પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 5.40 પોઈન્ટ અથવા 0.03 ટકાના મામૂલી ઘટાડા સાથે 17,345.45 ના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના ટોપ-30માંથી 16 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આજે ટેક મહિન્દ્રા ટોપ લૂઝર રહી છે. આ સિવાય એચડીએફસી, એચડીએફસી બેંક, એલટી, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ડો રેડ્ડી, ઈન્ફોસીસ, અલ્ટ્રાકેમિકલ, ટીસીએસ, એક્સિસ બેંક, એચસીએલ ટેક, સન ફાર્મા, વિપ્રો અને ટાઇટનના શેર વેચાઈ રહ્યા છે.
આ સિવાય ઈન્ડસઈન્ડ બેંક આજે ટોપ ગેનર શેરોની યાદીમાં છે. આજે ઇન્ડસઇન્ડનો શેર 2 ટકાથી વધુ વધીને બંધ થયો છે. તે જ સમયે, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી, મારુતિ, એચયુએલ, પાવર ગ્રીડ, એસબીઆઈ, કોટક બેંક, એમએન્ડએમ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, આઇટીસી, વિપ્રો અને રિલાયન્સ સહિત તમામને ફાયદો થયો છે.
ક્ષેત્રીય સૂચકાંકો આજે મિશ્ર કારોબાર સાથે બંધ થયા છે. આજના કારોબાર પછી નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, મેટલ, મીડિયા, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં વેચવાલીનો દબદબો રહ્યો છે. આ તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ છે. આ સિવાય નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર પણ ઉછાળા સાથે બંધ થયા છે.
Advertisement
Tags :
Advertisement

.