Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાજ્યમાં પેટ્રોલ ડીઝલમાં ડબલ ઘટાડો થયો, કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે ટેક્સ ઘટાડ્યો

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ કેરળ સરકારે પણ રાજ્યના લોકોને બમણી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં અનુક્રમે રૂ. 2.41 અને રૂ. 1.36નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઇંધણ ઉત્પાદનોની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય જીવન પર અસરને ધ્યાનમાં રાખીને, સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે
આ રાજ્યમાં પેટ્રોલ ડીઝલમાં ડબલ
ઘટાડો થયો  કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે ટેક્સ ઘટાડ્યો

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને
ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ કેરળ સરકારે પણ રાજ્યના લોકોને બમણી રાહત
આપવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં અનુક્રમે રૂ.
2.41 અને રૂ. 1.36નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

ઇંધણ ઉત્પાદનોની સતત વધતી
કિંમતોને કારણે સામાન્ય જીવન પર અસરને ધ્યાનમાં રાખીને
, સરકારે
શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે 8 રૂપિયા અને 6 રૂપિયા
પ્રતિ લિટર ઘટાડવાની જાહેરાત કરી હતી.

Advertisement


આ સાથે સરકારે ઘરોમાં રસોઈ બનાવવા
માટે ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબસિડી
આપવાની પણ જાહેરાત કરી હતી. આ સબસિડી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12
ગેસ સિલિન્ડર પર આપવામાં આવશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા
સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અને ગેસ સબસિડી આપવાના આ
નિર્ણય અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં
વધારા ઉપરાંત એલપીજીના ભાવમાં પણ સતત વધારો થયો છે.
જેના
કારણે લોકોના બજેટને માઠી અસર થઈ રહી છે. તેને જોતા તમામ નિષ્ણાતો અને વિપક્ષી
પાર્ટીઓ ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા હતા. જો કે
, એક્સાઈઝ
ડ્યુટીમાં તાજેતરના ઘટાડા પછી
, પેટ્રોલ પર કેન્દ્રીય ટેક્સ ઘટીને
19.9 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે જ્યારે ડીઝલના કિસ્સામાં તે 15.8 રૂપિયા પ્રતિ
લિટર છે.

Advertisement

Tags :
Advertisement

.