Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કમાણીની બાબતમાં બોલિવુડના સ્ટારને ટક્કર આપે છે આ સાઉથના સ્ટાર્સ

સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ ભારતીય સિનેમાના સૌથી તગડા એક્ટર્સ સાબિત થઈ રહ્યા છે. વાત અલ્લુ અર્જુનની હોય કે, રજનીકાંત અથવા જુનિયર એન.ટી.આર.સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ ભારતીય સિનેમાના સૌથી મોંધા એક્ટર્સ સાબિત થઈ રહ્યા છે.  આ સ્ટારની પૂર્વ અને પશ્ચિમ દક્ષિણના તમામ વર્ગમાં તેમની આગવી  ઓળખ છે. બોક્સ ઓફિસ પર સાઉથ મૂવીઝનો દબદબો યથાવત છે. ઘણા કલાકારો સમગ્ર ભારતના સ્ટાર્સ બની ગયા છે. આવી સ્થિતિમાં, સાઉ
01:05 PM Apr 07, 2022 IST | Vipul Pandya
સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ ભારતીય સિનેમાના સૌથી તગડા એક્ટર્સ સાબિત થઈ રહ્યા છે. વાત અલ્લુ અર્જુનની હોય કે, રજનીકાંત અથવા જુનિયર એન.ટી.આર.સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ ભારતીય સિનેમાના સૌથી મોંધા એક્ટર્સ સાબિત થઈ રહ્યા છે.  આ સ્ટારની પૂર્વ અને પશ્ચિમ દક્ષિણના તમામ વર્ગમાં તેમની આગવી  ઓળખ છે. બોક્સ ઓફિસ પર સાઉથ મૂવીઝનો દબદબો યથાવત છે. ઘણા કલાકારો સમગ્ર ભારતના સ્ટાર્સ બની ગયા છે. આવી સ્થિતિમાં, સાઉથના આ હીરો ફી ના મામલે બોલિવૂડના એ-લિસ્ટર્સને મજબૂત સ્પર્ધા આપે છે. આ છે સાઉથના ખિલાડી કુમાર અને ખાન ત્રિપુટીથી કંઇ ઓછા છે. જો દક્ષિણ ભારતના સ્ટાર્સ કોઈથી ઓછા નથી તો તેમની ફી કેવી રીતે ઓછી થશે?  જાણો સાઉથના સૌથી વધુ કમાણી કરનારા કલાકારો અને તેમની ફી વિશે.

પ્રભાસ
બાહુબલી એક્ટર પ્રભાસની બેક ટુ બેક ફિલ્મો ભલે ફ્લોપ રહી હોય, પરંતુ તેની ફેન્ડમ ઓછી થઈ નથી. તેઓ આદિ પુરુષ માટે 150 કરોડ લીધાં છે. આ સાથે તે ભારતનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે.

ધનુષ
બોલીવુડે પણ તમિલ સિનેમાના મોટા સ્ટાર ધનુષના અભિનયને બિરદાવ્યો છે. રાંઝણા પછી, તેણે અતરંગી રે ફિલ્મમાં અદભૂત અભિનય કર્યો. અભિનય દ્વારા ધનુષે હિન્દી ચાહકોને પોતાના દિવાના બનાવ્યા છે. સમાચાર અનુસાર, ધનુષ એક ફિલ્મ માટે 20-50 કરોડ રૂપિયા લે છે.

અલ્લુ અર્જુન
દક્ષિણમાં અલ્લુ અર્જુનનો દબદબો હતો. હવે અલ્લુ અર્જુન નોર્થ ઇન્ડસ્ટ્રીમાં પણ જબરદસ્ત ફેન્ડમ ધરાવે છે. અલ્લની છેલ્લી રિલીઝ પુષ્પા માટે 50 કરોડ રૂપિયા લીધા હતા. ચર્ચા છે કે પુષ્પાની સફળતા બાદ અભિનેતાએ પોતાની ફી વધારી દીધી છે.


સૂર્યા
સિંઘમ સ્ટાર સુર્યાની ફિલ્મો જોવી કોને પસંદ નથી. સાઉથમાં સુર્યાની મોટી ફેન ફોલોઈંગ છે. એવા અહેવાલ છે કે સુર્યા એક ફિલ્મ માટે 35-45 કરોડ લે છે. સુર્યાની અગાઉની રિલીઝ જય ભીમ હતી. આમાં સૂર્યાએ વકીલની ભૂમિકા ભજવી હતી. 


યશ
રિપોર્ટ અનુસાર, યશે KGF 2 માટે 30 કરોડ જેટલી મોટી રકમ લીધી હતી. યશની ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા છે. યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 ટૂંક સમયમાં થિયેટરોમાં જોવાં મળશે.   

અજિત કુમાર
તમિલ ફિલ્મોના મોટા સ્ટાર અજિતનો અભિનયમાં કોઈ મુકાબલો નથી. અજિત કુમારે નિર્માતા બોની કપૂરની ત્રણ ફિલ્મોની ડીલ માટે 120 કરોડ રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. એવી અટકળો છે કે અજિથે તેની આગામી ફિલ્મ AK 62  સાઈન કરી છે.  જેના માટે તેણે 120 કરોડ માટે રૂ. લીધા છે  એવી અટકળો છે.

રજનીકાંત
એશિયાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક રજનીકાંતને દક્ષિણમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. રજનીકાંત એક ફિલ્મ માટે 110 કરોડ લે છે. થલાઈવા રજનીકાંતની ફિલ્મ ફેન્સ માટે ઉત્સવ સમાન હોય છે. રજનીકાંતનો  ફિવર  લોકોના માથે છવાઈ જાય છે.


વિજય
થલપથી વિજયની ફિલ્મોના પણ ભાવ બોલાય છે. તે તમિલ સિનેમામાં સ્ટારડમ જબરદસ્ત છે,તેની આગામી ફિલ્મ બીસ્ટ છે, જે 13 એપ્રિલે રિલીઝ થશે. રિપોર્ટ્સ અનુસાર, વિજયે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા લીધા છે. તો બીજી તરફ એવા પણ અહેવાલો આવ્યા છે કે કોરોના સમયગાળાને કારણે ઇનડસ્ટ્રીના થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને વિજયે તેની ફીમાં 30 ટકાનો ઘટાડો કર્યો. આવી સ્થિતિમાં તેની ફી 100 કરોડથી 70 કરોડ થઈ ગઈ.


કમલ હાસન
અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસનની અર્થપૂર્ણ ફિલ્મો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. જ્યારે કોઈ અભિનેતાની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે, તે  તગડી ફી લે તે પણ વ્યાજબી છે. રિપોર્ટ્સ અનુસાર, કમલ હાસન એક ફિલ્મ માટે 30-35 કરોડ રૂપિયા લે છે.
જુનિયર એનટીઆર-રામચરણ
RRR સ્ટાર જુનિયર NTR-રામચરણની ફિલ્મ બમ્પર કમાણી કરી રહી છે.આ ફિલ્મે બંને કલાકારોની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. RRR માટે બંનેને 45 કરોડ ફી મળી  છે. ફિલ્મની સફળતા બાદ બંને સ્ટાર્સે પોતાની ફી વધારી દીધી છે.
Tags :
ajithkurarGujaratFirsthighestpaidstarsinsouthindusryjunieorntrPrabhashrajnikantramvchrantejaSouthsuperstarvijaythlpahy
Next Article