Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીલંકન ટીમની સ્થિતિ ખરાબ, 174 રન પર થયું ઓલ આઉટ, બીજી ઇનિંગ શરૂ

મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને ફોલોઓન આપ્યું છે. પ્રથમ ઇનિંગના આધારે શ્રીલંકા ભારતથી 400 રનથી પાછળ છે, કારણ કે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 574 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતે ફોલોઓનનો અમલ કર્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ મેચમાં રોહિત બ્રિગેડ ખૂબ જ મજબૂત દેà
06:21 AM Mar 06, 2022 IST | Vipul Pandya
મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને ફોલોઓન આપ્યું છે. પ્રથમ ઇનિંગના આધારે શ્રીલંકા ભારતથી 400 રનથી પાછળ છે, કારણ કે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 574 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતે ફોલોઓનનો અમલ કર્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ મેચમાં રોહિત બ્રિગેડ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. ભારતને પ્રથમ ઇનિંગમાં 400 રનની જબરદસ્ત લીડ મળી હતી, ત્યારબાદ રોહિત શર્માએ શ્રીલંકાને ફોલોઓન રમવા માટે આમંત્રણ આપ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 574 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ 65 ઓવર રમીને 10 વિકેટે 174 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. લંચ પહેલા ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શ્રીલંકાની પ્રથમ વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને બીજી ઇનિંગમાં થિરિમાનેને આઉટ કરીને ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી હતી.

ભારતીય ટીમ જે રીતે બોલિંગ કરી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે, ભારતીય ટીમ બીજા સેશનમાં શ્રીલંકાની ઈનિંગ્સને સમેટી લેશે કારણ કે પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાના ચાર બેટ્સમેન એવા હતા જેઓ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હોતા. રવિન્દ્ર જાડેજા માટે આ મોહાલી ટેસ્ટ મેચ દરેક રીતે સારી સાબિત થઈ રહી છે, જ્યાં રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઇનિંગમાં અણનમ 175 રન બનાવ્યા હતા, તો તેણે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી હતી. જે રીતે શ્રીલંકાની ટીમ બેટિંગ કરી રહી છે તે જોતા આ મેચમાં વિરાટ કોહલીને બેટિંગની ફરી તક મળે તેવુ લાગી રહ્યું નથી. 
Tags :
CricketFirstTestGujaratFirstINDVsSLSportsSriLanka
Next Article