Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોફણ

ગઈ કાલે દિકરાએ પ્રોપર્ટી પેપર પર જબરજસ્તીથી કરાવેલી સહી, તેના શબ્દો અને વૃધ્ધાશ્રમનું સરનામું રમાકાન્તને બેચેન બનાવી રહ્યું હતું.આજ રમાકાન્તના દિલ પર દિકરો ગોફણના પથ્થર સમો વાગ્યો. એ ઘાવની ટશરમાં પુત્રીપ્રેમ ફૂટતો લાગ્યો.એક નિર્ણય સાથે એમણે પહેલાં દિકરીને મળી પછી વૃધ્ધાશ્રમમાં જવાની તૈયારી કરી. રમાકાન્ત નીકળે એ પહેલાં જ  પૌત્રે દાદાને રોકવા  મચાવેલી ધાંધલનો શોર સંભળાયો. પૌà
04:25 AM Jul 19, 2022 IST | Vipul Pandya
ગઈ કાલે દિકરાએ પ્રોપર્ટી પેપર પર જબરજસ્તીથી કરાવેલી સહી, તેના શબ્દો અને વૃધ્ધાશ્રમનું સરનામું રમાકાન્તને બેચેન બનાવી રહ્યું હતું.
આજ રમાકાન્તના દિલ પર દિકરો ગોફણના પથ્થર સમો વાગ્યો. એ ઘાવની ટશરમાં પુત્રીપ્રેમ ફૂટતો લાગ્યો.
એક નિર્ણય સાથે એમણે પહેલાં દિકરીને મળી પછી વૃધ્ધાશ્રમમાં જવાની તૈયારી કરી. રમાકાન્ત નીકળે એ પહેલાં જ  પૌત્રે દાદાને રોકવા  મચાવેલી ધાંધલનો શોર સંભળાયો. પૌત્રની ગોફણમાંથી એની જીદનો પથ્થર છૂટી ગયો હતો, જે રોકવો મુશ્કેલ હતો.
Tags :
GujaratFirstMicrofictionShortStories
Next Article