ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગુપ્ત રોગથી પરેશાન લોકોની સમસ્યાનો ઉકેલ આપશેે ડૉ. અરોરા - ઇમ્તિયાઝ અલીની નવી વેબસિરીઝ

સેક્સ સમસ્યાઓના ડૉ. અરોરા 'ગુપ્ત' જવાબ આપશે. 'ડો. અરોરા- ગુપ્ત રોગ વિશેષજ્ઞ' માં બતાવેલ જુદા જુદા દર્દીઓની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. આ સિરીઝ ગુપ્ત રોગની સમસ્યાથી પરેશાન લોકોની વાત રજૂ કરે છે. હળવી કોમેડી દ્વારા ગંભીર મુદ્દાને બતાવવામાં આવ્યો છે. એક્ટર કુમુદ મિશ્રા ડૉ. અરોરાની મજબૂત ભૂમિકામાંવેબસિરીઝનો સંપૂર્ણ સાર એ છે કે જ્યાં સુધી રોગ ગુપ્ત રહેશે ત્યાં સુધી રોગ રહેશે. જુઓ કેવું છે
11:23 AM Jul 05, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
સેક્સ સમસ્યાઓના ડૉ. અરોરા 'ગુપ્ત' જવાબ આપશે. 'ડો. અરોરા- ગુપ્ત રોગ વિશેષજ્ઞ' માં બતાવેલ જુદા જુદા દર્દીઓની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. આ સિરીઝ ગુપ્ત રોગની સમસ્યાથી પરેશાન લોકોની વાત રજૂ કરે છે. હળવી કોમેડી દ્વારા ગંભીર મુદ્દાને બતાવવામાં આવ્યો છે. 

એક્ટર કુમુદ મિશ્રા ડૉ. અરોરાની મજબૂત ભૂમિકામાં
વેબસિરીઝનો સંપૂર્ણ સાર એ છે કે જ્યાં સુધી રોગ ગુપ્ત રહેશે ત્યાં સુધી રોગ રહેશે. જુઓ કેવું છે ટ્રેલર. ડૉ. અરોરા- દરેકની ગુપ્ત સમસ્યાઓ ઉકેલવા માટે કાઉન્સલીંગ કરે છે. સોની લિવની નવી વેબસિરીઝ ડૉ. અરોરાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સીરિઝ 22 જુલાઈના રોજ સ્ટ્રીમ થશે. એક્ટર કુમુદ મિશ્રા ડૉ. અરોરાની મજબૂત ભૂમિકા ભજવી રહ્યા છે. હળવી કોમેડી દ્વારા ગંભીર મુદ્દાને બતાવવામાં આવ્યો છે.

સમસ્યા હલ થશે, ડૉ.અરોરા હાજર છે
ડૉ. અરોરા - ધ સિક્રેટ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ સેક્સ કન્સલ્ટન્ટ અને તેમની પાસે આવતા વિવિધ પ્રકારના દર્દીઓની વાર્તા છે. સિરિઝનો સંપૂર્ણ સાર એ છે કે જ્યાં સુધી તે ગુપ્ત રહેશે ત્યાં સુધી રોગ રહેશે. કુમુદ મિશ્રા સેક્સ કન્સલ્ટન્ટની ભૂમિકામાં  જોવા મળી રહ્યાં છે. ડૉ. અરોરા પ્રખ્યાત ડૉક્ટર છે. તેમની ત્રણ સ્થળોએ (સવાઈ માધોપુર, મોરેના, ઝાંસી) ક્લિનિક્સ ધરાવે છે. 
લોકોને ટ્રેલર ગમ્યું
આ વેબસિરીઝ ઈમ્તિયાઝ અલીએ બનાવી છે. સાથે જ સાજિદ અલી અને અર્ચિત કુમાર દ્વારા નિર્દેશિત છે. સિરીઝમાં વિદ્યા માલવડે, વિવેક મુસરન, સંદીપા ધર, અજિતેશ ગુપ્તા જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ડૉ. અરોરા- ગુપ્તરોગ  નિષ્ણાતમાં છે. વેબસિરીઝ આ સામાજિક સમસ્યા માટે ઘણા મોટા પ્રશ્નો ઉભા કરે છે. તે ગુપ્ત રોગની સમસ્યાથી પરેશાન લોકોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોને સામે લાવે છે. લોકો આ વેબસિરીઝના અલગ વિષય અને વાર્તાના વખાણ કરી રહ્યા છે. ટ્રેલર જોયા બાદ લોકો ઘણાં ઉત્સુક છે. કુમુદ મિશ્રાને મજબૂત રોલ મળ્યા બાદ પણ લોકોએ ખુશી વ્યક્ત કરી છે. ટ્રેલરને લોકો તરફથી  સારો પ્રતિસાદ મળી રહ્યો છે, હવે દર્શકોને વેબસિરીઝ ગમશે કે કેમ તે રિલીઝ થયા પછી જ ખબર પડશે. 
આ પણ વાંચો- અહીં કોન્ડોમના એક પેકેટની કિંમત અધધ 60,000 રૂપિયા છે, ગર્ભપાત છે ગુનો
Tags :
Dr.Aurora-SecretpathologistGujaratFirstImtiazAli'snewwebseriesSexProblem