Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય ખેલાડીઓ માટે છઠ્ઠો દિવસ રહ્યો ઐતિહાસિક, જાણો કેટલા મેડલ કર્યા નામે

કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો દિવસ પણ ભારત માટે ઐતિહાસિક રહ્યો હતો. પ્રથમ વખત, દેશને સિંગલ ઈવેન્ટમાં અને સ્ક્વોશમાં હાઈ જમ્પમાં મેડલ મળ્યા. જ્યારે બોક્સરોએ પણ ઘણા મેડલ કન્ફર્મ કર્યા હતા. મહિલા ક્રિકેટ અને હોકીમાં ટીમોએ તો જાણે પોતાનો ડંકો જ વગાડી દીધો. તુલિકા માન, ગુરદીપ સિંહ, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ અને તેજસ્વિન શંકરે ભારત માટે મેડલ જીત્યા હતા. કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય à
04:11 AM Aug 04, 2022 IST | Vipul Pandya
કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો દિવસ પણ ભારત માટે ઐતિહાસિક રહ્યો હતો. પ્રથમ વખત, દેશને સિંગલ ઈવેન્ટમાં અને સ્ક્વોશમાં હાઈ જમ્પમાં મેડલ મળ્યા. જ્યારે બોક્સરોએ પણ ઘણા મેડલ કન્ફર્મ કર્યા હતા. મહિલા ક્રિકેટ અને હોકીમાં ટીમોએ તો જાણે પોતાનો ડંકો જ વગાડી દીધો. તુલિકા માન, ગુરદીપ સિંહ, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ અને તેજસ્વિન શંકરે ભારત માટે મેડલ જીત્યા હતા. 
કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓએ કુલ પાંચ મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તુલિકા માન ભારત માટે જુડોમાં સિલ્વર મેડલ જીતી છે. બીજી તરફ, સૌરવ ઘોષાલ કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ ઈવેન્ટમાં અને તેજસ્વિન શંકર હાઈ જમ્પમાં મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યા છે. વેઈટલિફ્ટિંગમાં લવપ્રીત સિંહ અને ગુરદીપ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. બુધવારે ઘણા ખેલાડીઓએ પોતાના મેડલ પોતાના નામે કર્યા હતા. 
બોક્સિંગ:
વિશ્વ ચેમ્પિયન બોક્સર નીખહત ઝરીને મહિલાઓની 50 કિગ્રા વર્ગની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તેણે 22મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો છે. તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં વેલ્સની હેલેન જોન્સને હરાવી હતી. વળી, ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર લોવલિના બોર્ગોહેન સામે ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. તે મહિલાઓની 70 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં વેલ્સની રોઝી એક્લેસ દ્વારા બહાર ફેંકાઈ ગઈ હતી. નિખહત ઝરીન ઉપરાંત નીતુ ગંઘાસ અને હુસામુદ્દીન મોહમ્મદે 2022 કોમનવેલ્થ ગેમ્સ બોક્સિંગ ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચીને ભારતના મેડલની પુષ્ટિ કરી હતી.
મહિલા ક્રિકેટ T20:
ભારતીય મહિલા ટીમે ગ્રુપ Aની મેચમાં બાર્બાડોસને 100 રનના વિશાળ માર્જિનથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં દરેક ક્ષેત્રમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું અને બાર્બાડોસને આસાનીથી હરાવ્યું હતું.
જુડો:
તુલિકા માન જુડોમાં સુવર્ણ જીતવાનું ચૂકી ગઈ હતી પરંતુ તેણે 78 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે આ રમતમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
સ્ક્વોશ: (મેન્સ સિંગલ)
ભારતના 35 વર્ષીય સૌરવ ઘોષાલે મેન્સ સિંગલ સ્ક્વોશ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્ક્વોશમાં કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં ગત વખતના વિજેતા જેમ્સ વિલ્સ્ટ્રોપને સીધા સેટમાં 3-0થી હરાવ્યો હતો.
હોકી:
ભારતીય મહિલા ટીમે રોમાંચક મુકાબલામાં કેનેડાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ સાથે જ મેન્સ ટીમ કેનેડાને 8-0થી હરાવીને ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે.
ઊંચી કૂદ:
તેજસ્વિન શંકરે બુધવારે કોમનવેલ્થ ગેમ્સની એથ્લેટિક્સ ઈવેન્ટમાં પુરુષોની હાઈ જમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક શંકર 2.22 મીટર કૂદકો મારીને ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં આ રમતમાં ભારતનો આ પહેલો મેડલ છે.
વેઈટલિફ્ટિંગ:
ભારતીય વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે 109 કિગ્રા અને ગુરદીપ સિંહે 109 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે ભારત પાસે હવે વેઈટલિફ્ટિંગમાં 10 મેડલ થઈ ગયા છે, જે અગાઉની કોમનવેલ્થ ગેમ્સ કરતાં વધુ છે.
Tags :
CommonwealthGames-2022CWG2022Day6GujaratFirstMedal
Next Article