Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાની હાલત ખરાબ, જીવન જરુરિયાતની ચીજોની ભારે અછત, લોકો રસ્તા પર ઉતર્યા

મોંઘવારીથી ત્રસ્ત થઇ ચુકેલી શ્રીલંકાની જનતા હવે રસ્તા પર ઉતરી છે. શ્રીલંકાની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે.અનાજ માટે મારામારી થઇ રહી છે તો દૂધ અને દવાની પણ ભારે અછત જોવા મળી રહી છે. 16 કલાક વીજકાપ જનતાને સહન કરવો પડી રહ્યો છે અને લોકો બેબસ બનીને જીંદગી જીવી રહ્યા છે. શ્રીલંકામાં પહેલી વખત લોકો આ પ્રકારના દ્રષ્યો જોઇ રહ્યા છે જયાં જીવન જરુરીયાતની ચીજો મળતી નથી. રાજધાની કોલંબોમાં à
શ્રીલંકાની હાલત ખરાબ  જીવન જરુરિયાતની ચીજોની ભારે અછત  લોકો રસ્તા પર ઉતર્યા
મોંઘવારીથી ત્રસ્ત થઇ ચુકેલી શ્રીલંકાની જનતા હવે રસ્તા પર ઉતરી છે. શ્રીલંકાની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે.અનાજ માટે મારામારી થઇ રહી છે તો દૂધ અને દવાની પણ ભારે અછત જોવા મળી રહી છે. 16 કલાક વીજકાપ જનતાને સહન કરવો પડી રહ્યો છે અને લોકો બેબસ બનીને જીંદગી જીવી રહ્યા છે. 
શ્રીલંકામાં પહેલી વખત લોકો આ પ્રકારના દ્રષ્યો જોઇ રહ્યા છે જયાં જીવન જરુરીયાતની ચીજો મળતી નથી. રાજધાની કોલંબોમાં હજારો લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. ગેસ સિલીન્ડર મળતા નથી અને તેને લેવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. 
પેટ્રોલ ડિઝલની અછતથી શ્રીલંકાની અર્થ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. મોટાભાગના પેટ્રોલ પંપો ખાલી છે અને જયાં થોડો ઘણો પણ સ્ટોક છે ત્યાં વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. શ્રીલંકામાં પેટ્રોલની કિંમતમાં 90 ટકાનો વધારો અને ડિઝલના ભાવમાં પણ 138 ટકાનો વધારો થયો છે. 
શ્રીલંકામાં મોંઘવારી દર 17 ટકાએ પહોંચ્યો છે, જે દક્ષિણ એશિયાઇ દેશોમાં સૌથી વધારે છે. શ્રીલંકાના રુપિયાની વેલ્યૂ ડોલરના મુકાબલે 80 ટકાથી ઓછી થઇ ગઇ છે. જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. લોકોને તેલ, દવા, ચોખા અને લોટ મળતા નથી અને તેના માટે શ્રીલંકા અન્ય દેશો પર નિર્ભર છે. લોકોમાં જે નિરાશા છે તે નેતૃત્વ પર છે. 
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ટ્વિટર પર પ્રદર્શન કરી રહેલા લોકોને અપિલ કરી હતી કે તે કોઇ પણ પક્ષના હોય પણ આ સ્થિતીમાં શાંતિ જાળવે અને હિંસા ના કરે. તેમણે કહ્યું કે સંવૈધાનિક જનાદેશ અને સહમતી દ્વારા રાજનીતિક સ્થિરતા જાળવવા અને આર્થિક સંકટ દુર કરવાના તમામ પ્રયાસો કરાશે. 
ઉલ્લેખનિય છે કે શ્રીલંકામાં અનેક ઠેકાણે કરફ્યુ હવા છતાં સ્થિતી બગડી રહી છે. ટોળાએ મંગળવારે કોલંબોમાં વડાપ્રધાનના નિવાસસ્થાન પાસે ઉચ્ચ પોલીસ અધિકારી સાથે મારપીટ કરી હતી અને તેમના વાહનમાં આગ પણ લગાવી દીધી હતી. ટોળાને કાબુમાં કરવા ફાયરીંગ પણ કરવું પડયું હતું. લોકોના હિંસક પ્રદર્શનને જોતાં રક્ષા મંત્રાલયે મંગળવારે શૂટ ઓન સાઇટનો આદેશ આપવો પડયો છે. 
વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના રાજીનામા પછી પણ લોકોનો ગુસ્સો શાંત થયો નથી અને તેમણે રાજપક્ષેના પૈતૃક ઘરને પણ આગ લગાવી દીધી હતી. હિંસામાં 8 લોકોના મોત થયા હતા. અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. 12 મંત્રીના ઘર અત્યાર સુધી સળગાવાયા છે. વિપક્ષી નેતાએ મહિંદા રાજપક્ષેની ધરપકડની માગ કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.