ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેરીના શ્વાન સાથે રેપ, ખાવાની લાલચ આપીને પાપીએ કર્યું દુષ્કૃત્ય

માણસ તો માણસ હવે આ પાપી દુનિયામાં પશુઓ પણ સલામત નથી. માણસની વિકૃતિનો ભોગ આ મૂંગુ પ્રાણી બન્યું છે. હવે માદા કૂતરા સાથે દુષ્કૃત્ય કરવાનો ગુનો રાજસ્થાનના ભરતપુરમાંથી સામે આવ્યો છે. રાજસ્થાનના ભરતપુરમાં એક આધેડ પર શેરીની કુતરી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. લોહીથી લખપથ અવસ્થામાં સ્થાનિક લોકો માસૂમ પશુને હોસ્પિટલ લઈ ગયા અને આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે.મેડિકલ ટેસ્ટ બાદ પશુ ચિà
08:32 AM Jun 23, 2022 IST | Vipul Pandya
માણસ તો માણસ હવે આ પાપી દુનિયામાં પશુઓ પણ સલામત નથી. માણસની વિકૃતિનો ભોગ આ મૂંગુ પ્રાણી બન્યું છે. હવે માદા કૂતરા સાથે દુષ્કૃત્ય કરવાનો ગુનો રાજસ્થાનના ભરતપુરમાંથી સામે આવ્યો છે. રાજસ્થાનના ભરતપુરમાં એક આધેડ પર શેરીની કુતરી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. લોહીથી લખપથ અવસ્થામાં સ્થાનિક લોકો માસૂમ પશુને હોસ્પિટલ લઈ ગયા અને આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે.

મેડિકલ ટેસ્ટ બાદ પશુ ચિકિત્સકે પૃષ્ટિ કરી 
 આરોપી જમવાનું આપવાના બહાને શ્વાનને અવારનવાર ઘરમાં બોલાવતો હતો. રાજસ્થાનના ભરતપુરમાં એક વ્યક્તિ પર કુતરી પર રેપ કરવાનો આરોપ લાગ્યો છે. સ્થાનિક લોકો માસૂમને હોસ્પિટલ લઈ ગયા અને પોલીસમાં ફરિયાદ કરી. મેડિકલ ટેસ્ટ બાદ પશુ ચિકિત્સકે પણ અબોલાં પશુ સાથે ગેરરીતિ આચર્યા અંગે પુષ્ટિ કરી છે, ત્યારબાદ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે. સાથે જ કૂતરીનો ઈલાજ પણ ચાલી રહ્યો છે. 

અવારનવાર ભોજન આપવાના બહાને માદાં શ્વાનને ઘરમાં બોલાવતો
મામલો મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ક્રિષ્ના કોલોનીનો છે. અહીં રહેતા ચંપાલાલ ગુપ્તા પર એક કૂતરી પર રેપ કરવાનો આરોપ છે. પોલીસને આપેલી ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આરોપી અવારનવાર ભોજન આપવાના બહાને માદાં શ્વાનને ઘરમાં બોલાવીને ગંદું કૃત્ય આચરતો હતો. તે ઘણા દિવસોથી આવું કરતો હતો.
સ્થાનિક લોકો શું કહે છે
લોકોનું કહેવું છે કે કૂતરી કોલોનીની અંદર લાંબા સમયથી રહેતી હતી સુધી. વસાહતના તમામ લોકો તેને ખાવાનું  આપતા રહતા હતાં. પરંતુ 2 દિવસ પહેલા તે લોહીથી લથપથ હાલતમાં રોડ પર ચીસો પાડી રહી હતી. લોકોએ જોયું કે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હતું. જેની માહિતી જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિના સભ્યોને આપવામાં આવી હતી. 
સમિતિના સભ્યનું શું કહેવું છે
જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિના સભ્ય કવિતા સિંહે જણાવ્યું હતું કે કોલોનીના રહેવાસીઓ પાસેથી માહિતી મળી હતી કે એક કૂતરીનાં પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું છે, જ્યારે તેને કોઈ ઈજા થઈ નથી. અમે તેને વેટરનરી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન પશુ ચિકિત્સકે કહ્યું કે મૂંગા પશુ સાથે કોઈએ ખોટું કર્યું છે. દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે અમે જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ આપી છે.
Tags :
CrueltyAgainstAnimalsGujaratFirstRajasthanNewsRapWithDogThePreventionofCrueltyAgainstAnimals-1960
Next Article