હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે એક જ પરિવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજા ફટકારી
પંચમહાલ (Panchmahal)જિલ્લાની ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટ (Sessions Court)દ્વારા વર્ષ ૨૦૨૦ માં શહેરા તાલુકાના મીરાપુર ગામે( Mirapur village)જમીન પચાવી પાડવાના (Land matters murder)ઈરાદાથી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરવાના કરી કેસમા એક જ પરીવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો અને જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.વર્ષ 2020 માં શહેરા પોલીસમથકે હત્યાનો ગુનો નોંધાયો હતોવà
11:17 AM Dec 21, 2022 IST
|
Vipul Pandya
પંચમહાલ (Panchmahal)જિલ્લાની ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટ (Sessions Court)દ્વારા વર્ષ ૨૦૨૦ માં શહેરા તાલુકાના મીરાપુર ગામે( Mirapur village)જમીન પચાવી પાડવાના (Land matters murder)ઈરાદાથી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરવાના કરી કેસમા એક જ પરીવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો અને જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.
વર્ષ 2020 માં શહેરા પોલીસમથકે હત્યાનો ગુનો નોંધાયો હતો
વર્ષ 2020 માં શહેરા પોલીસમથકે હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયાની જમીન જીતભાઈ રાવળએ વેચાણથી લીધી હતી. જે જમીન જીતભાઈ રાવળ પાસેથી ભરતભાઈ હાજાભાઈ ચારણએ લીધેલી હોવાથી તેઓ જમીન જોવા માટે મીરાપૂર ગામે જતા આરોપીઓએ ભરતભાઈ ચારણને જણાવ્યુ હતું કે અમારી જમીન અને કોઈને વેચાણથી આપી નથી તેમ છતા તમો કેમ અહીં આવ્યા છો તેમ કહી બોલાચાલી કરીને અપશબ્દો બોલીને ઝપાઝપી કરીને આરોપી દલપતભાઈ બામણીયા તથા તમામ આરોપીઓએ ભેગા મળી ભરતભાઈ ચારણને માથાના ભાગે તેમજ જમણા હાથે તેમજ પીઠના ડાબી બાજુએ તીક્ષ્ણ ધારીયાના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી,જેમાં સારવાર દરમ્યાન ભરતભાઇ ચારણનું મોત નીપજયું હતું.
પરિવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજા
આ હત્યાનો કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જે.સી.દોશીની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ આર.એસ.ઠાકોરની સલાહ મુજબ મદદનીશ સરકારી વકીલ આર.એમ.ગોહીલની ધારદાર દલીલો ગ્રાહય રાખી કોર્ટે આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારજનોએ આ ગુનામાં ભાગ ભજવ્યો હોવાથી સેશન્સ જજ જે.સી.દોશીએ પુરાવાના અંતે આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારને આજીવન કારાવાસની સખત કેદની સજા કરતો હુકમ કર્યો હતો.
માત્ર જમીનના ટુકડા માટે બોલા ચાલી થયા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા કરી ને યુવકની કરપીણ હત્યા થઇ આજે એકના પરિવાર ના ચિરંજીવી યુવાન એ જીવ ગુમાવ્યો ત્યારે બીજી તરફ એક જ પરિવારના પાંચ સભ્યોને આજીવન જેલ ના સળિયા પાછળ જવું પડયું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article