Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેન્સેક્સ 1500 પોઇન્ટ અને નિફ્ટી 400 પોઇન્ટ તૂટ્યો

વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 400 પોઇન્ટની નજીકનો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે ટ્રેડિંગ સેશન દરમિયાન રોકાણકારોને 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.આજના કારોબાર બાદ સેન્સેક્સ 52,527.08ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ 1456.74 પો
સેન્સેક્સ 1500 પોઇન્ટ અને નિફ્ટી 400 પોઇન્ટ તૂટ્યો
વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 400 પોઇન્ટની નજીકનો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે ટ્રેડિંગ સેશન દરમિયાન રોકાણકારોને 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
આજના કારોબાર બાદ સેન્સેક્સ 52,527.08ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ 1456.74 પોઈન્ટ ઘટીને 52,846.70ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 427.40 પોઈન્ટના ઘટાડા સાથે 15,774.40 ના સ્તર પર બંધ થયો છે.
સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી તમામ શેર લાલ નિશાનમાં બંધ થયા છે. માત્ર નેસ્લે ઈન્ડિયાના શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે. નેસ્લેના શેરમાં આજે માત્ર અડધા ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય તમામમાં મોટી વેચવાલી જોવા મળી છે.
આ સિવાય આજનો ટોપ લૂઝર સ્ટોક બજાજ ફિનસર્વ રહ્યો છે. બજાજના શેરમાં લગભગ 7 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 
યુએસમાં મોંઘવારી દર રેકોર્ડ સ્તરે પહોંચવાના કારણે બજારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ સાથે જ આગામી દિવસોમાં યુએસ ફેડ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરી શકે છે, જેના કારણે વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે.
આજે તમામ ક્ષેત્રોમાં મોટી વેચવાલી જોવા મળી છે. સોમવારે ટ્રેડિંગ બાદ તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ છે. નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસિસ, એફએમસીજી, નિફ્ટી આઇટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે.
Advertisement
Tags :
Advertisement

.