Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મંગળવારે શેરબજાર મજબૂતીમાં, સેન્સેકસ 57 હજારને પાર

સોમવારના કડાકા બાદ મંગળવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. મંગળવારે શેર બજારની શરુઆત મજબૂતી સાથે થઇ હતી અને સવારે સેન્સેકસ 534.23 પોઇન્ટ અને નિફ્ટી 168.30 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. સોમવારે ભારતીય શેર બજારમાં વૈશ્વિક શેર બજાર તરફથી મળેલા નબળા સંકેતના કારણે કડાકો જોવા મળ્યો હતો પણ મંગળવારે શેર બજારમાં તેજી જોવા મળી હતી. સવારે મુંબઇ શેર બજારનો સેન્સેકસ 534.23 પોઇન્ટના વધારા સાàª
05:55 AM Apr 26, 2022 IST | Vipul Pandya

સોમવારના કડાકા બાદ મંગળવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. મંગળવારે શેર બજારની શરુઆત મજબૂતી સાથે થઇ હતી અને સવારે સેન્સેકસ 534.23 પોઇન્ટ અને નિફ્ટી 168.30 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. 
સોમવારે ભારતીય શેર બજારમાં વૈશ્વિક શેર બજાર તરફથી મળેલા નબળા સંકેતના કારણે કડાકો જોવા મળ્યો હતો પણ મંગળવારે શેર બજારમાં તેજી જોવા મળી હતી. સવારે મુંબઇ શેર બજારનો સેન્સેકસ 534.23 પોઇન્ટના વધારા સાથે 57114.12ના સ્તર પર વેપાર થઇ રહ્યો હતો, જયારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી 168.30 પોઇન્ટના ઉછાળા સાથે 17122.30ના સ્તર પર જોવા મળ્યો હતો. આજે એશિયન બજારમાં પણ વધારા સાથે વેપાર થઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું.


સોમવારે વૈશ્વિક શેર બજારની અસરના કારણે ભારતીય શેર બજાર કડાકા સાથે બંધ થયું છે. બપોરે બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેકસ 617.26 પોઇન્ટ અને નિફ્ટી 218 પોઇન્ટના કડાકા સાથે બંધ થયો હતો. સેન્સેકસ 56679.89 પોઇન્ટ અને નિફ્ટી 16953.95 ના પોઇન્ટ પર બંધ થયો હતો.

Tags :
bombaystockexchangeGujaratFirstNiftySensexstockexhange
Next Article