Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપની બંપર જીતનું રહસ્ય...ગાંધીનગર કોર્પોરેશન મોડલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામોમાં ભાજપ (BJP)ની રેકોર્ડ બ્રેક જીત થઈ છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે ગાંધીનગર કોર્પોરેશન મોડલ અમલમાં મુકીને ભાજપે આ વખતે ફરી એક વાર રાજ્યમાં સત્તા તો કબજે કરી છે પણ પ્રચંડ જીત હાંસલ કરી છે. ભાજપે આમ આદમી પાર્ટીના પ્રવેશને જાણે કે સત્તાનો રસ્તો બનાવ્યો અને તેમાં તેને સફળતા હાંસલ થઇ છે. શું છે ગાંધીનગર કોર્પોરેશન મોડલઆ લખાય છે ત્યાં સુધà
ભાજપની બંપર જીતનું રહસ્ય   ગાંધીનગર કોર્પોરેશન મોડલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામોમાં ભાજપ (BJP)ની રેકોર્ડ બ્રેક જીત થઈ છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે ગાંધીનગર કોર્પોરેશન મોડલ અમલમાં મુકીને ભાજપે આ વખતે ફરી એક વાર રાજ્યમાં સત્તા તો કબજે કરી છે પણ પ્રચંડ જીત હાંસલ કરી છે. ભાજપે આમ આદમી પાર્ટીના પ્રવેશને જાણે કે સત્તાનો રસ્તો બનાવ્યો અને તેમાં તેને સફળતા હાંસલ થઇ છે. 

શું છે ગાંધીનગર કોર્પોરેશન મોડલ
આ લખાય છે ત્યાં સુધીમાં રાજ્યમાં ભાજપ 158 બેઠકો જીતી ચુકી છે અને કોંગ્રેસ 16 તથા આમ આદમી પાર્ટી 5 અને 3 અપક્ષ ઉમેદવારો જીત્યા છે. રાજકીય પંડિતો માને છે કે આ વખતે રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો ત્યારે જ ભાજપે ગાંધીનગર કોર્પોરેશન મોડલ મુજબ આગળ વધવાનું જાણે કે નક્કી કરી લીધું હતું અને ચૂંટણીના પરિણામોમાં ભાજપની ઐતિહાસીક જીત થઇ છે અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સૌથી વધુ નુકશાન કર્યું છે. 

આપથી કોંગ્રેસને નુકશાન
આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે કોંગ્રેસને ખુબ જ મોટુ નુકસાન થયું છે. મોટાભાગની એવી બેઠકો છે કે, જ્યાં કોંગ્રેસ અને આપના મતોનો સરવાળો કરીએ તો તે ભાજપના ઉમેદવારના ટોટલ મત કરતા બહુ વધારે છે. વોટશેર વહેચાઈ  જવાના કારણે કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે અને ભાજપ આરામથી જીત્યું છે.
ગાંધીનગર કોર્પોરેશનમાં પણ આ જ પદ્ધતી
આ એ જ પદ્ધતિ છે કે જે ભાજપે  ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં અપનાવી હતી. રાજકીય સુત્રો કહી રહ્યા છે કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ ક્યારેય જીતી શક્યું નહોતું પરંતુ જો કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાની સાથે જ ભાજપ સીધુ જ ગાંધીનગરમાં સત્તામાં આવ્યું હતુ.  આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત કાપ્યા હતા અને તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.  
 આ જ પદ્ધતીનો ગુજરાતમાં અમલ 
આ જ પદ્ધતી ભાજપ હવે સમગ્ર ગુજરાતમાં આગળ લઈ જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસની મળતી લીડને આમ આદમી પાર્ટી કાપી નાખે છે અને જેનો સીધો જ ફાયદો ભાજપના ઉમેદવારને થાય છે. આજના પરિણામોમાં પણ આ જ જોવા મળ્યું છે.

કોંગ્રેસે પણ સ્વીકાર્યું
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ હવે સ્વીકાર્યું છે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત કાપ્યા છે. જો આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ના ઝંપલાવ્યું હોત તો કદાચ કોંગ્રેસ સાથે ભાજપની સીધી ટક્કર જોવા મળી હોત. 
Advertisement
Tags :
Advertisement

.