Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, જ્ઞાતિગત સમીકરણો અને વિપક્ષના મુદ્દાઓની કરાશે ચર્ચા

રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા ભાજપે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઇને ભાજપે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. આજે ચિંતન શિબિરનો બીજો દિવસ છે. બાવળા ખાતે પ્રદેશ ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી છે. જ્યા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, બી.એલ.સંતોષ ઉપરાંત રાજ્યના પ્રભારી
ભાજપની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ  જ્ઞાતિગત સમીકરણો અને વિપક્ષના મુદ્દાઓની કરાશે ચર્ચા
રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા ભાજપે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઇને ભાજપે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. આજે ચિંતન શિબિરનો બીજો દિવસ છે. 
બાવળા ખાતે પ્રદેશ ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી છે. જ્યા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, બી.એલ.સંતોષ ઉપરાંત રાજ્યના પ્રભારી બુપેન્દ્ર યાદવ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરાશે. વળી જ્ઞાતિગત સમીકરણો અને વિપક્ષના મુદ્દાઓની પણ ચર્ચા આ બેઠકમાં કરાશે. આ બેઠકમાં આદિવાસી સમાજ, આમ આદમી પાર્ટી ઈફેક્ટ અને પાટીદાર સમાજ વિશે ચર્ચાઓ થઈ રહી છે. અમિત શાહ અને અન્યોની હાજરીમાં ભાજપની બેઠકમાં આ ત્રણેય પર ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપે પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે તે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી રેકોર્ડ 150 બેઠકો જીતવા માગે છે. જોકે, ભાજપે રાજ્યમાં AAPની હાજરીને જાહેરમાં નકારી કાઢી છે, તેમ છતાં સુત્રોએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણીલક્ષી લાભ મેળવવાના મુદ્દા પર ચર્ચા કરી હતી.
આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે, ત્યારે આ બંને પક્ષને ધ્યાનમાં રાખી કેવી રીતે જનતાને ભાજપ પક્ષ તરફ વાંળવી તે મુદ્દે પણ ચર્ચા આ શિબિરમાં થઇ શકે  છે. મહત્વનું છે કે, 2017 માં, ભાજપને ચૂંટણીમાં ફટકો પડ્યો હતો જ્યારે પાટીદાર સમુદાયે અનામતના મુદ્દે આંદોલન કર્યું હતું. રાજ્યમાં 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસ મજબૂત રીતે ઉભરી આવી હતી. જોકે, ત્યારપછીની ચૂંટણીએ સંકેત આપ્યો છે કે પાટીદાર સમાજ હવે ભાજપની સાથે મજબૂતીથી છે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી રહેલા પક્ષ વિરોધી નિવેદનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ પાસે આજે રાજ્યમાં સૌથી ચર્ચિત અને મજબૂત ચહેરો હોય તો તે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે. તેઓ સતત કેન્દ્ર સરકારની નીતિઓ પર શાબ્દિક પ્રહારો કરતા આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ચહેરા (હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર) પ્રમુખ હતા, પરંતુ આ વખતે જે રીતે હાર્દિક પટેલના કોંગ્રેસ પક્ષ તરફી વલણ દેખાય છે તે જોતા જીગ્નેશ મેવાણી જ એકમાત્ર ચહેરો ભાજપ વિરુદ્ધ દેખાઇ રહ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.